Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મોરબીના શાકમાર્કેટ પાછળ ગટરના પાણીના તલાવડા : ભભૂકતો રોષ

મોરબી, તા.૨૯: મોરબીની શાક માર્કેટમાં અનેક સ્થળે ગંદા પાણીના તલાવડા ભરાવવાની સમસ્યા ઘણા સમયથી છે છતાં પાલિકાનું નીમ્ભર તંત્ર કોઈ કાર્યવાહી કરતુ ના હોય જેથી આજે વેપારીઓનું ટોળું કલેકટર કચેરી પહોંચ્યું હતું અને જીલ્લા કલેકટરને ગંદા પાણીના તલાવડા અંગે રજૂઆત કરી હતી.

 નહેરૂ ગેઇટ શાક માર્કેટ પાછળ ગટરના પાણીનો નિકાલ થતો ના હોય જેથી ગટરના ગંદા પાણી ઉભરાય છે જે અંગે નગરપાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી જેથી આજે સ્થાનિક વેપારીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યુ છે કે ઉભરાતી ગટરના કારણે ૨૫૦ થી વધુ ધંધાર્થીઓ તેમજ ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડે છે ઉભરાતી ગટરને કારણે પગપાળા પસાર થવું મુશ્કેલ બને છે તેમજ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે જેથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે નગરપાલિકાના સત્ત્।ાધીશો કે સફાઈ કર્મચારીઓ અનેક રજૂઆત બાદ પણ ફરકયા નથી જેથી શાક માર્કેટમાં ગંદકી મામલે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.

(11:36 am IST)