Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જામનગરના બેરાજા બારાડી વાવડીમાં ધારાસભ્ય પટેલની આભારસભા યોજાઇ

ફલ્લા તા.૨૯ : ૭૭ ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ વિજેતા થતા બેરાજા, બારાડી, વાવડી અને નેશડા ગામે આભારસભાનુ આયોજન કરાયુ હતુ. રાઘવજી પટેલે લોકોના પ્રશ્નો હરહંમેશ સાથે રહેવાનુ વચન આપ્યુ હતુ. તેમની સાથે રસીકભાઇ ભંડેરી, જેઠાલાલ અઘેરા, ધરમશીભાઇ ચનીયારા, ચીરાગભાઇ વાંક, ભરતભાઇ ઠાકર સાથે રહ્યા હતા.

સ્થાનિક આગેવાનો બેરાજા ગામે રામસંગજી પરમાર, જીવણસંગ પરમાર, અશોકસિંહ પરમાર, હરીલાલ ખીમાણીયા, વરજાંગ ખીમણીયા, વિનોદભાઇ ખીમાણીયા, શૈલેન્દ્રસિંહ પરમાર, રાઘવભાઇ, બારાડી ગામે વિજય જારીયા વાવડી ગામે ભાવેશ મકવાણા, દિનેશ મકવાણા, નેસડા ગામે અમુભાઇ મકવાણા, રાજુભાઇ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:33 am IST)