Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

હળવદમાં ૭ રોમિયાના સિન પિંખી નખાયા

સ્કુલ પાસે વિદ્યાર્થીનીઓના વિડીયો બનાવી પજવણી કરતા વાલીઓએ ઝડપી લીધા

હળવદ તા ૨૯ :  હળવદના ઘનશ્યામ પુર રોડ ઉપર આવેલા શૈક્ષણિક સંકુલમાં દરરોજ અનેક વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે અવરજવર કરે છ.ે શાળામાં જવાના કે છુંટવાના સમયે આ  વિસ્તારમાં લવર મુછીયા યુવાનની ભારે રંજાડ રહે છે. સ્કુલે જતી કે શાળાએથી છુટીને ઘરે જતી વિદ્યાર્થીનીઓના ફોટા પાડી કે ટિક ટોક માટે વિડીયો બનાવી આ લવરમુછીયા યુવાનો પજવણી કરતા હોવાની વિદ્યાર્થીનીઓએ  તેમના વાલીઓને ફરિયાદ કરી હતી. આથી રોષે ભરાયેલા જાગૃત વાલીઓએ ગઇકાલે આ શૈક્ષણીક સંકુલ પાસેથી એક રોમિયાનેે ઝડપીને હળવદ પોલીસને સોંપી દીધો હતો. પોલિસે આ યુવાનની આગવી ઢબે પુછપરછ કરતા તેની  સાથે અન્ય છ યુવાનો પણ રોમિયોગીરી કરતા હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે બાકીના યુવાનોને પકડીને સબક શીખવાડીયો હતો. જોકે આ સાતેય યુવાનોની ઉંમર ૧૮ થી ૨૦ વર્ષ વચ્ચે હોવાથી પોલીસે ૧૫૧ હેઠળ કાર્યવાહી કરીને કડક સુચના આપી હતી.

(11:31 am IST)