Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ઉનાના ઉમેજ ગામે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ બુડ પાણીઃ ખેડૂતોને વાડી વિસ્તારમાં જવામાં મુશ્કેલી

ઉના તા.૨૯: તાલુકાના ઉમેજ ગામમાં ગોઠણ સુધી પાણી ભરાતા લોકો થયા પરેશાન વાડી વિસ્તારોમાં અવર-જવર કરતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે.

ઉમેજ ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ગ્રામવાસીઓને મુશ્કેલી પડી રહી છે ત્યારે આવા જવા માટે જ રસ્તો આપ્યો હોય તેમાં પાણી ભરાતા લોકોમાં તંત્ર સામે રોષની લાગણી પામી ઉમેજ ગામ ના લોકો પાણીથી ત્રાહિમામ પામ્યા છે.

જેમ ચોમાસામાં પાણી ભરાઇ છે પણ તેને કોઇ પણ અધિકારી જોવા નથી આવતું અને લોકો આપણી પર ચાલીને જવું પડે છે ચારે તરફ પાણી અને બાવળિયા અને મોટા બાવળ ઉભા છે ગ્રામવાસીઓએ અવારનવાર રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતા નથી. મચ્છરો જીવજંતુઓ પણ આવતા હોય છે જો આનું વહેલા તકે નિરાકરણ નહીં આવે તો ગામવાસીઓમાં રોગચાળાનો ભય સતાવી રહેલ છે.

(11:31 am IST)