Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જામજોધપુરમાં ૩ દુકાનોમાં ચોરી

જામજોધપુર તા. ર૯ :.. અહીં ચોરીના બનાવો વધી રહ્ય હોઇ પોલીસે મુખ્ય ચોકમાં જીઆરડીનો બંદોબસ્ત મુકયો છે પણ તેના બે મહિના પછી તસ્કરો સક્રિય થયા હોય તેમ એકી સાથે ૩ દુકાનોમાં ચોરી થવા પામી છે.આ અંગે જયકુમાર અરવિંદભાઇ રાબડીયા (પટેલ) એ કરેલી પોલીસ ફરીયાદ મુજબ ફરી.ના અમર મેડીકલ સ્ટોર નામની દુકાનની પાછળના સ્ટોર રૂમના નળીયા ઉચકાવી મેડીકલ સ્ટોરમાં પ્રવેશ કરી કાઉન્ટરમાંથી આશરે રોકડા રૂપિયા ૮૦૦૦ તથા દુકાનની ડાબી બાજુએ આવેલ અમર ટેલીકોમમાં ફરી.ના મેડીકલ સ્ટોરના સ્ટોર રૂમના દરવાજા વાટે પ્રવેશ કરી તે દુકાનના ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયા ૩૦૦૦ તથા જમણી બાજૂએ આવેલ સ્વાતી કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં અગાસીની સીડી વાટે દરવાજો તોડી અંદર પ્રવેશ કરી દુકાનના કાઉન્ટરનું ખાનુ કોઇપણ ઓજર વડે બળ પ્રયોગ કરી કાઉન્ટરનું ખાનુ તોડી તેમાંથી રૂપિયા ૪૦૦૦ ની ચોરી કરી એમ ત્રણેય દુકાનમાંથી કુલ રૂપિયા ૧પ૦૦૦ ની ચોરી કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યો છે.

(11:30 am IST)