Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

વૈજ્ઞાનિક સંશોધન ભાષા અંગ્રેજી હોવા છતાં સેમીનાર માટે હિન્દી ભાષાની પસંદગી પ્રશંસનીય

પ્રભાસ પાટણમાં રાષ્ટ્રીય વૈજ્ઞાનિક શિબિર યોજાઈ : કલેકટર અજય પ્રકાશ દ્વારા પ્રશંસા થઈ

પ્રભાસ પાટણ, તા. ૨૯ : તાજેતરમાં વેરાવળ ખાતે  રાષ્ટ્રિય વૈજ્ઞાનિક હિંન્દી સેમિનાર નુ આયોજન કરાયુ જેનો વિષય ગુજરાત ના વિશેષ સંદર્ભ મા ફિશરીઝ સેકટર મા ટેકનોલોજિકલ પ્રગતિલૃહતો. આ સેમિનાર ના મુખ્ય અતિથિ ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી અજય પ્રકાશ હતા. સેમિનાર દરમિયાન મત્સ્ય અને માત્સ્યકી વિજ્ઞાન વિષે ૨૦ મૌખીક શોધ પ્રપત્રો તેમજ ૧૬ પોસ્ટર પ્રસ્તુતિઓ, મત્સ્ય પ્રસંસ્કરણ પ્રૌધ્યોગિકી વિષે ૧૧ મૌખીક શોધ નિબંધો  તેમજ ૯ પોસ્ટર પ્રસ્તુતિઓ દેશભર ના મત્સ્ય વૈજ્ઞાનિકો, સંશોધકો, અધ્યાપકો તેમજ મત્સ્ય અને માત્સ્યકી વિજ્ઞાન ના વિધ્યાર્થીઓ દ્વારા રજુ કરવામા આવી.

આ રાષ્ટ્રિય વૈજ્ઞાનિક હિંન્દી સેમિનાર ના મુખ્ય વિષયો જેવા કે જળકૃષિ ના ઉભરતા આયામો, જલીય સ્વાસ્થ્ય મેનેજમેન્ટ, મત્સ્ય સંશાધન મા નુતન ટેકનોલોજી નો વિકાસ, મત્સ્ય પ્રસંસ્કરણ મા ટેકનોલોજી ની પ્રગતી, નિરંતર મત્સ્ય પ્રણાલી, મત્સ્ય વિસ્તાર, બ્લ્યુ અર્થ વ્યવસ્થા(Blue Economy) અને સમુદ્રિ ખાધ્ય વેપાર તેમજ મત્સ્યોધ્યોગ નુ હાલ નુ ચિત્રણ જેવા વિષયો પર માછીમાર સમાજ, મત્સ્ય ઉધ્યમીઓ, અભ્યાસુઓ, વિધ્યાર્થીઓ, સંશોધનકર્તા ઓ અને નિતિ નિર્ધારકો માટે ખુબજ માહિતિ આપનારુ રહ્યુ. આ સેમિનાર નુ ખાસ મહત્વ એ પણ રહ્યુ કે સેમિનાર મા રજુઆત નુ માધ્યમ અંગ્રેજી નહી પરંતુ રાષ્ટ્ર ભાષા હિંદી મા હતુ જેથી આ વિષે તમામ લોકોને સરળતાથી સમજાઈ શકે.

સેમિનાર ની શરુઆત ભાકૃઅનુપ ના ગીત દ્વારા અને અનુસંધાન કેંદ્ર ના વૈજ્ઞાનિક ડો. આશિષ કુમાર ઝા ના સ્વાગત પ્રવચન થી કરાઈ, ત્યારબાદ અતિથિ વિશેષ  જિલ્લા કલેકટર અજય પ્રકાશ તેમજ કાર્યક્રમ ના આમંત્રિત મહેમાનો સર્વશ્રી પિયુષભાઈ ફોફંડી, પ્રમુખ સી ફુડ એક્ષ્પોર્ટર્સ એસોશિએશન ઓફ ઈંડીયા, ડાઙ્ખ. દિવુ ડી, પ્રભારી વૈજ્ઞાનિક, સીએમએફઆરઆઈ, વેરાવલ, ડો. રેણુકા જે., નાયબ નિયામક (રાજભાષા)  ભાકૃઅનુપ- કેમાપ્રૌસં, કોચ્ચિ ની ઉપસ્થિતિ મા દિપ પ્રાગટ્ય થી કરાયુ. અને ઉપસ્થિત મહાનુભાવો નુ સ્વાગત અનુસંધાન કેંદ્ર  ના પ્રભારી વૈજ્ઞાનિક ડો. ટોમ્સ જોસેફ દ્વારા કરવામા આવ્યુ.         

આ સેમિનાર ના મુખ્ય અતિથિ ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશે જણાવેલ કે વૈજ્ઞાનિક સંશોધન ની ભાષા અંગ્રેજી હોવા છતા સી.આઈ.એફ.ટી. દ્વારા મત્સ્ય સંશોધનના પરિણામો અને તે વિષયક પ્રગતીઓ સ્થાનિક લેવલે પહોંચે અને બધા સમજી શકે તે માટે હિંન્દી મા સેમિનાર નુ આયોજન એક પ્રશંસનિય પગલુ છે. તેમણે વિશેષ મા જણાવ્યુ કે આપણુ જ્ઞાન જમીની સ્તરે પહોંચે અને ભવિષ્ય ના વૈજ્ઞાનિકો ને આથી સંદેશ અને પ્રેરણા મળે છે.

સંસ્થાના પ્રભારી વૈજ્ઞાનિક ડો. ટોમ્સ જોસફ એ જણાવ્યુ કે વૈજ્ઞાનિક શોધો જે પણ થાય તે જનમાનસ ને ઉપલબ્ધ હોવી આવશ્યક છે, જેથી તેનો લાભ સમગ્ર સમાજ ને મળી શકે, મત્સ્ય સંશોધન મા હાલ શુ શંશોધનો થઈ રહ્યા છે તે માછીમાર સમાજ જાણી શકતો નથી માટે આવા સેમિનારો સ્થાનિક ભાષા કે હિંન્દી મા તેનો પ્રચાર પ્રસાર થય તે સમય ની માંગ છે આ સેમિનાર થકી તેવા પ્રયાસ કરવાની આ શરુઆત છે. ડો. રેણુકા જે.  નાયબ નિયામક (રાજભાષા) તેમના વ્યકતવ્ય મા જણાવ્યુ કે વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ ને પ્રયોગશાળાઓ સુધી સિમિત ન રાખતા જો લક્ષ્ય સમુહ ને તે પહોંચાડવી હોય તો તેમા ભાષાઓ નુ યોગદાન બહુમુલ્ય હોય છે. હિંદી ની સાથે સાથે ક્ષેત્રિયભાષાઓ  ને પણ નજરઅંદાજ કરી ન શકાય આ માટે ભાષાવિદો અને વૈજ્ઞાનિકો સે સાર્થક કાર્ય કરવાથી ટેકનોલોજી હસ્તાંતરણ મા અપેક્ષિત પરિણામો અને સમાજ ની સમ્રુદ્ઘિ નિશ્ચિત છે.

(11:30 am IST)