Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ઉપલેટા મુસ્લિમ હાઈસ્કૂલમાં ઈનામ વિતરણ

ઉપલેટા સમસ્ત મેમણ જમાત સંચાલિત મુસ્લિમ હાઈસ્કૂલ ઉપલેટા દ્વારા દાદીબાઈ હોલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ એસ.એસ.સી. તથા એચ.એસ.સી. માર્ચ ૨૦૧૯ની બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ વર્ષ દરમિયાન ચાલતી અભ્યાસિક પ્રવૃતિઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ તથા દરેક ધોરણમાં વર્ગવાઈઝ સ્ટુડન્ટ ઓફ ધ યર ૨૦૧૯ એવોર્ડ વિજેતા વિદ્યાર્થીઓના ઈનામ વિતરણ તથા બોર્ડમાં વિષય દીઠ ૧૦૦ ટકા પરિણામ લાવનાર શિક્ષકશ્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ ડેર, સમસ્ત મેમણ જમાત ઉપલેટાના ઓન. સેક્રેટરી હાજી રફીકભાઈ મુસાણી, ઉપપ્રમુખ હાજી અલ્તાફભાઈ ડોસાણી, હાજી નાસીરભાઈ બગસરાવાલાએ હાજરી આપી હતી તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ ભરત દોશી)

(10:00 am IST)