Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક 60 ફૂટ ઊંડા કુવામાં ઉતર્યા :વિડિઓ વાયરલ

ગૌશાળાની ગાયોના પીવાના પાણી માટે ખોદકામ બાદ પાણી નીકળતા પબુભાએ કર્યા વધામણાં

 

દ્વારકાના માજી ધારાસભ્ય પબુભા માણેક 60 ફૂટ ઊંડા કુવામાં ઉતર્યા હતા જેનો એક વીડિયો વાઈરલ થયો છે. ગૌશાળાની ગાયો માટે પાણીની સુવિધા માટે ખોદકામ કરવામા આવ્યું હતુ. ત્યારે નીચે પથરાળ ભાગ હોવા છતા 60 ફુટ ખોદકામ કરતા પુષ્કળ પ્રમાણમા પાણી નીકળી આવ્યું હતુ. કુવામા સારું પાણી થતા પબુભા કુવામા ઉતર્યા હતા. અને કહ્યુ હતુ કે સાક્ષાત દેવ કૃપા અને રાજાધિરાજ ભગવાન દ્વારકાધિશના આર્શિવાદ ગણાવ્યા હતા. ગોભક્ત પબુભા માણેકે લોકોને ગાયોની સેવા કરવા અપીલ કરી હતી.

(11:33 am IST)