Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી: અધિકારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવાઅમરેલી જિલ્લા કાલકેટરનો આદેશ

 

આગામી 24 કલાકમાં વરસાદની આગાહીને પગલે અમરેલી જિલ્લા અધિક કલેકટરે તંત્રના અધિકારીઓને આદેશ કર્યા છે. 24 કલાક ભારે વરસાદની આગાહીને લઈને અધિક કલેકટરે પ્રાંત કલેક્ટર, મામલતદારોને હેડ ક્વાર્ટર છોડવાના આદેશ કર્યો છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર સતર્ક બન્યું છે.

વાયુ વાવાઝોડાનો ખોફ તો તંત્રના માનસ પરથી હટી ગયો છે. પરંતુ ભારે વરસાદની આગાહીએ તંત્રની ચિંતા વધારી છે. આજે રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. જેને પગલે અનેક નદીમાં પૂર આવ્યા છે. સરકારે આગમચેતીના ભાગ રૂપે એનડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડબાય રાખી છે.

(9:08 am IST)