Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

કાલે જુનાગઢમાં મહાખેડૂત શિબિર

મનસુખભાઇ માંડવીયા સહિતના ઉપસ્થિત રહેશે : પત્રકાર પરિષદ સંબોધતા એલ.ટી. રાજાણી

જુનાગઢ, તા. ર૯ : ધી ગુજરાત રાજય સહકારી બેન્ક લી. અમદાવાદના ઉપક્રમેથી જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી. દ્વારા તા. ૩૦ ને શનિવારના રોજ શ્રી સરદાર પટેલ હોલ કૃષિ યુનિવર્સિટી મોતીબાગ ખાતે સવારે ૧૦ કલાકે મહાખેડૂત શિબિર યોજનાર છે.

જે અંગેની વિગતો આપવા મનોરંજન સર્કીટ હાઉસ ખાતે સહકારી બેંકના ચેરમેન એલ.ટી. રાજાણી, વાઇસ ચેરમેન મનુભાઇ એલ. ખુંટી, એમ.ડી. દિનેશભાઇ ખટારીયા, જીલ્લા ભાજપ પ્રમુખ ડીરેકટર કિરીટભાઇ પટેલ, મેનેજર સીઇઓ કે.એચ. ભટ્ટની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી હતી.

જેમાં ઉપરોકત આગેવાનોએ બેંકની વિકાસ અને શિબિરના આયોજન અંગે વિગતો આપી હતી.

ધી જુનાગઢ જીલ્લા સહકારી બેંક વિકાસની દિશામાં આગેકુચ કરી દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહેલ છે. બેંકની થાપણો છેલ્લા પ વર્ષમાં બમણી થયેલ છે. ડીપોઝીટમાં રૂ. ર૭પ કરોડનો વધારો થયેલ છે. અત્યારે બેંકની થાપણો રૂ. પ૩૦ કરોડ છે. તેવી જ રીતે બેંકના ધિરાણમાં પણ જંગીવધારો થયેલ છે. ગત વર્ષે બેંકે રૂ. ૮૦૦ કરોડ જેવુ ધિરાણ કરેલ છે. વર્ષના અંતે રૂ. ૧ર.૯૭ કરોડનો નફો કરેલ છે. તા.૩૧-૩-ર૦૧૯ ના અંતે બેંકને ખોટમાંથી બહાર લાવી નફો કરતી બેંક કરવા અમારા રાધન પ્રયાસો છે. બેંકના કામકાજમાં વધારો કરી થાપણ અને વિવિધ પ્રકારના ધિરાણો કરી અને ગ્રાહકનોને આધુનિક સવલતો અને સગવડતાઓ આપી બેંકની નફાકારકતામાં વધારો થશે અને આગામી વર્ષાં બેંક દ્વારા મંડળીઓને ડીવીડન્ડ મળતુ થાય તેવી અમારી નેમ છે. બેંકને ૪૪ વર્ષ બાદ એ કલાસ ઓડીટ વર્ગ મળેલ છે, જે બેંક વિકાસની દિશામાં આગળ વધી રહી છે તે દર્શાવે છે. બેંકને આરપીઆઇનાં નિયોમનુસાર ૯ ટકા સીઆરએઆર જાળવવાનો રહે છે, જે બેંકે તા. ૩૧-૩-ર૦૧૮ ના અંતે ૧ર.૪૩ ટકા સીઆરએઆર જાળવેલ છે. બેંક સંપૂર્ણ સીબીએસ (કોર બેંકીંગ સોલ્યુશન) પ્લેટફોર્મ પર કાર્યરત  છે. બેંક દ્વારા આરટીજીએસ, એનઆઇએફટી, એસએમએસ રૂપે ડેબીટ કાર્ડ, એટીએમ વિગેરે સવલતો ગ્રાહકોને પુરી પાડવામાં આવે છે.

બેંક દ્વારા ખેડૂતોને રૂ. ૩ લાખ સુધીનું ૭ ટકાના દરે પાક ધિરાણ પુરૂ પાડવામાં આવે છે, જેમાં ૩ ટકા વ્યાજ સહાય કેન્દ્ર સરકાર તરફથી અને ૪ ટકા વ્યાજ સહાય રાજય સરકાર તરફથી આપવામાં આવે છે. આમ ખેડૂતોને ૦ ટકાથી પાક ધિરાણ ૩ લાખ સુધીનું આપવામાં આવે છે. તેમજ મધ્યમ મુદત ધિરાણોમાં યોજનાકીય સહાય પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. આ બેંક મારફત જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાનાં પપ,૦૦૦ ખેડૂતોને ધિરાણ પુરૂ પાડવામાં આવે છે, અને ધિરાણ મેળવતા ખેડૂતોને બેંક દ્વારા રૂ. ૧ લાખની પર્સનલ એકસીડન્ટ વિમા પોલીસી આપવામાં આવે છે, અને વિમા કવચ સુરક્ષા પુરી પાડે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી થાય તે માટેના ૭-મુદા કાર્યક્રમથી ખેડુતો પોતાની આવક કઇ રીતે વધારી શકે તે માટે ખેડુતોને આર્થીક વિકાસક્ષી માહિતી અને માર્ગદર્શન આપી આ ખેડુત શિબિર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ માટે મહાખેડુત શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ ખેડુત શિબિરમાં કેન્દ્રીય મંત્રી માનનિય શ્રી મનસુખભાઇ માંડવીયા, રાજયના કૃષિ મંત્રી માનનિય શ્રી આર.સી.ફડદુ સાહેબ, માનનિય સહકાર મંત્રી ઇશ્વરભાઇ પટેલ અને આ જીલ્લાના પ્રભારી અને મંત્રી અન્ન નાગરીક પુરવઠો, જયેશભાઇ રાદડીયા તેમજ જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, રાજય સભાના સાંસદ માનનિય શ્રી ચુનીભાઇ ગોહિલ, પોરબંદરના સાંસદ વિઠલભાઇ રાદડીયા, પૂર્વ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ આ મહા ખેડુત શિબિરમાં ઉપસ્થિત રહી ખેડુતોને પ્રોત્સાહિત કરશે. અને ખેડુતોને સહકારી યોજનાકીય સહાયથી માહિતગાર કરશે.

બેંક દ્વારા ગ્રામ્ય લોકો કેશલેશ બેન્કીંગ અને ડીઝીટલ બેન્કીંગ કરતા થાય તે હેતુથી ગામડાની સેવા સહકારી મંડળીઓને માઇક્રો એ.ટી.એમ.નું વિતરણ કરી બેન્કીંગ સવલત ખેડૂતોને ઘરબેઠા મળી રહે તે સવલત આ ખેડૂત શિબિરમાં આપવા માટેનો કાર્યક્રમ છે. તેમજ ખેડૂતોને ધિરાણની સવલત આપતી અને ખેડૂતોને તેમની અનય જરૂરીયાતોની સવલત પૂરી પાડતી વિકાસ અને પ્રગતિશીલ ઉત્કૃષ્ટ સેવા આપતી મંડળીઓના પ્રમુખશ્રી અને કમીટીના સભ્યશ્રીઓને સન્માનીત કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ છે. આ ખેડૂત શિબિરથી જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાના ખેડૂતોને માહિતી અને માર્ગદર્શનથી મોટો ફાયદો થાય તેમજ ખેડૂતોને પોતાના ખેતી વિષયક મુંજવતા પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા સમજણ આપી નિરાકરણ થાય તેવા શુભ આશયથી આ મહા ખેડૂત શિીબરનું આયોજન ધી ગુજરાત સ્ટેટક કો-ઓપરેટીવ બેંક લી. અમદાવાદના આર્થિક સહયોગથી અમારી બેંક ધી જુનાગઢ જીલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સએ મહાખેડૂત શિબિર યોજવાનું નક્કી કરેલ છે. તેમાં જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાના તમામ ખેડૂત ભાઇઓને ઉપસ્થિત રહી લાભ લેવા જાહેર નિમંત્રણી છે. (તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(4:24 pm IST)
  • લાલુને ઇલાજ માટે હાઇકોર્ટ તરફથી બીજી વખત મળી ૬ સપ્તાહની પ્રોવિઝનલ બેલઃ ૧૧ મી મેથી જામીન ઉપર છેઃ હવે ૧૭ ઓગસ્‍ટ સુધી રાહતઃ ૬ માંથી ૪ કેસમાં થઇ છે સજા access_time 3:44 pm IST

  • જૂનાગઢ:ઝાંઝરડા ગામના કોંગી આગેવાન સહીત 100 જેટલા કાર્યકરો ભાજપના જોડાયા access_time 1:12 am IST

  • સાણંદ તાલુકા પંચાયત ભાજપે ગુમાવી : ૧૩ સભ્યોનો સાથ મેળવી કોંગ્રેસની જીતઃ ઉપપ્રમુખ પદે ભરતસિંહ ડોડીયાની થઇ વરણીઃ પ્રમુખ પદે રંજનબેન વાઘેલા ચુંટાયા access_time 4:07 pm IST