Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન સંપન્ન

તમામ ક્લાસમાં 'સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ' કાર્યરત: વિદ્યાર્થી પોતે જાતે સોફ્ટવેરના ઉપયોગથી શીખી શકશે

રાજકોટ તા.૨૯ એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે, તેમજ એસજીવીપી ગુરુકુલ અમદાવાદની નૂતન શાખા એસજીવીપી ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે હાલ અંગ્રેજી માધ્યમની ધોરણ ૧ થી ૧૨ સુધી CBSE ( સેન્ટલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ) ની માન્યતા ધરાવતી મિશ્ર  સ્કુલ ચાલે છે.

  બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળે તેવા હેતુથી અહી મુંબઇ નિવાસી મુખ્ય દાતા ગોપાલભાઇ નવીનભાઇ દવે તરફથી શાળામાં સ્માર્ટ સ્કુલ પ્રોજેક્ટ તેમજ કોમ્પ્યુટર લેબની અર્પણ વિધિ તથા તેનું ઉદઘાટન પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી તથા નવિનભાઇ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.

   આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિશાલ સભાને સંબોધન કરતા દાતા  નવિનભાઇ દવેઅે જણાવ્યું હતું કે પ્રવર્તમાન યુગ એ જ્ઞાનનો યુગ છે. હાલ ટેક્નોલોજી ક્ષેત્રે હરણફાળ પ્રગતિ થઇ રહી છે ત્યારે જ્ઞાન પ્રાપ્તિ માટે શિક્ષણ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. વિદ્યાર્થીના કારકિર્દી માટે શિક્ષણ પાયારુપ પરિબળ છે. શિક્ષણને વ્યાપક અને રસપ્રદ બનાવવામાટે વર્તમાન ટેક્નોલોજીનો ઉપયોગ વિશેષ સહાયક બની શકે છે.

    અહીં અનુભવી, કાર્યદક્ષ શિક્ષક સ્ટાફ તેમજ આધુનિક શિક્ષણની સાથે ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટ બોલ, સ્વીમીંગ, કરાટે, ઘોડેસ્વારી વગેરે રમતો ઉપર પણ ધ્યાન આપવામાં આવે છે, તે પ્રત્યક્ષ જોઇ  આનંદ થયો.

 

(1:46 pm IST)