Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

તારી પત્નિને મને સોંપી દે, મારે તેને મારા ઘરમાં બેસાડવી છે તેમ કહીને મોટા સમઢીયાળાના દંપતિ ઉપર હુમલો

અમરેલી તા. ર૯ : ખાંભાના મોટા સમઢીયાળામાં રહેતા પારસબેન અબ્બાસભાઇ જીવણભાઇ સાથે વિજય પોપટ નામના શખ્સે તુ તારી પત્નિ મને સોંપી દે મારે તેને મારા ઘરમાં બેસાડવી છે. તે બબતે ચાલેલી તકરારમાં ઉશ્કેરાઇ જઇ વિજયે લાકડીના ઘા મારતા પારસબેનને ગંભીર ઇજા તથા પતિ અબ્બાસભાઇને પણ ઇજા થતા પોલીસે વિજય સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મોટી કુંકાવાવમાં ચોરી

મોટી કુંકાવાવમાં રહેતા સંજય વ્રજલાલભાઇ બકરાણીયાનું ચંદન ઓટો નામના હિરો  સાયકલના શો રૂમમાં રાખેલ હિરો હોન્ડા સપ્લેન્ડર પ્લસ કિ. રૂ. ૪૮૪૦૦ નું કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ થવા પમી હતી.

(1:10 pm IST)