Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સાવરકુંડલામાં સહારા કંપનીના સંચાલકો દ્વારા ૩૯ વ્યકિતઓ સાથે ર૦ લાખની છેતરપીંડી

સાવરકુંડલા, તા. ર૯ : સહારા કંપની સંચાલકોએ કુલ ૩૯ વ્યકિતઓના કુલ રૂપિયા વીસ લાખ ઉપરાંતની રકમની છેતરપીંડી કર્યાની સાવરકુંડલા સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા શહેરમાં તે પ્રશ્ન ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.

કમલેશ નાથાભાઇ મહેતાએ સહારા કંપની વિરૂદ્ધ કરેલ ફરીયાદમાં જણાવેલ હતું કે આજથી ૬ વર્ષ પહેલા તારીખ ૧૬/પ/૧ર ના રોજ ફેન્ચાઇજી હેડ બ્રાન્ચ સહારા કયુ શોપ યુનીટ પરિવાર ઠેકાણુ પ્રથમ માળ ગીતા બેટરી ઉપર અજન્ટા આઇસ્ક્રીમની બાજુમાં મહુવા રોડ સાવરકુંડલા એજન્ટ અલ્પેશભાઇ નવીનભાઇ રાઠોડ મારફતે કયુ શોપ સહારામાં વિશ્વાસે ફીકસ ડીપોઝીટ પેટે કુલ રૂપિયા ર૧૮૦૦ ખાતા નંબર ૮૬૩૩૬ર૦૦૯૧૯માં ૬ વર્ષ માટે જમા કરાવેલ હતાં તેની પાકતી મુદત તારીખ ૧૬/પ/ર૦૧૮ના રોજ થતી હોય જેથી હું એજન્ટ અલ્પેશભાઇ નવીનભાઇ રાઠોડ પાસે ગયેલો અને તેને મેં કહેલુ કે મારા ફીકસ ડીપોઝીટની રકમ તા. ૧૬/પ/ર૦૧૮ રોજ પાકી ગયેલ હોય તેથી તમો અમારી સાથે આવો અને મને આ રકમ પરત મેળવી આ  તેમ કહેતા અલ્પેશભાઇએ મને કહેલ કે હાલ હું એજન્ટ કે મેનેજર નથી.

હાલ તેના મેનેજર અલ્પેશભાઇ એ. અમલાણી છે તેની તમે જાવ જયાંથી પણ ઉપરથી પૈસા નથી આવતા તેવા જવાબો મળ્યા હતાં.

ત્યારબાદ એજન્ટ અલ્પેશભાઇ એન. રાઠોડ પાસે ગયેલો અને તેને બનાવની વાત કરેલી તો તેણે મને કહેલ કે આ એકના પૈસા નહીં, પરંતુ ૩૯ માણસોના કુલ ૪પ ખાતાની પાકતી રકમના રૂપિયા આ સહારા કંપનીના કયુ શોપના મેનેજર અધિકારીઓ પૈસા આપતા નથી તેવી મને વાત કરેલી અને પછી મેં તપાસ કરતા આ સહારા કંપનીમાં જુદી જુદી રકમના કુલ ૩૯ વ્યકિતઓ ૪પ ખાતાના કુલ રૂપિયા ર૦,૯,પપ૦ની રકમ છે.

સહારા કંપનીના મેનેજર અને અધિકારીઓએ ફીકસ ડીપોઝીટની જાહેરાત કરીને વિશ્વાસમાં લઇ વિશ્વાસઘાત કરી ઓળવી જવાના ઇરાદે ગુન્હો કરેલ હોય તેની સામે ફરીયાદ કરી છે.

(1:09 pm IST)