Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભાણવડના શિવા ગામની શાળામાં ૧૦૮ એમ્બ્યુલન્સ નિદર્શન

ભાણવડ : તાલુકાના શિવા ગામની પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સનો કટોકટી સમયે કેવી રીતે ઉપયોગ કરવો તેનું નિદર્શન તાલુકા મામલતદારની હાજરીમાં કરાયુ હતું. ૧૦૮ ની ટીમે મુશ્કેલીના સમયે ૧૦૮ કઇ રીતે મદદરૂપ થાય છે તે સમજાવ્યું તથા ૧૦૮ માં રહેલા વિવિધ સાધનોની ઉપયોગ કરી બતાવ્યો અને બાળકોના માનસમાં ઉઠતા સવાલોનો પણ સંતોષકારક જવાબ આપ્યો અને ૧૦૮ મોબાઇલ એપ્લીકેશન શિક્ષકોના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી આપી હતી. જયારે મામલતદારે કુદરતી તેમજ માનવ સર્જીત આપતીમાં તાલુકા તેમજ જીલ્લા વહીવટી તંત્ર કેવી રીતે મદદરૂપ થાય છે તે સમજાવ્યું હતું. (તસ્વીર - અહેવાલ ડી. કે. પરમાર -ભાણવડ)

(1:09 pm IST)
  • શુક્રવારે સતત બીજાદિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થશે નહિ :ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાયા હતા : બુધવારે પેટ્રોલના ભાવમાં લીટરે 5 પૈસા અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો હતો :મંગળવારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા જયારે પેટ્રોલમાં લિટરે નવ પૈસા ઘટ્યા હતા: ફોટો petrol access_time 11:14 pm IST

  • સરકાર સંસદમાં કોઈપણ વિષય પર વાતચીત કરવા તૈયાર :મોન્સૂન સત્રમાં સહયોગ માટે સંસદીય કાર્યમંત્રી વિજય ગોયલે લીધી મનમોહનસિંહની મુલાકાત :18મી જુલાઈથી શરુ થનાર ચોમાસુ સત્ર માટે વિજય ગોયલ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળીને સંસદને સુચારુ રૂપે ચલાવવા માટે અપીલ કરશે access_time 1:06 am IST

  • આદિપુર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અને મહિલા કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપયા:મહિલા પોલિસ સ્ટેશનના PSI કે.આર.વાધેલા અને એક કોન્સ્ટેબલ 3000 ની લાંચ લેતા પાટણ ACB એ ઝડપ્યા access_time 10:38 pm IST