Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

અમરેલી જીલ્લામાં ઝાપટાથી ૩ ઇંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશ

અમરેલી તા. ર૯ :.. જિલ્લામાં અમરેલીને બાદ કરતા સર્વત્ર એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ મેઘરાજ વરસાવી દેતા જગતનો તાત ખુશ ખુશાલ બની ગયો હતો.

જિલ્લામાં કાલે સવારથી સમી સાંજ સુધીમાં વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ વાદળો વરસવાનું શરૂ થતા સાવરકુંડલામાં ૭૮ મી. મી. એટલે ત્રણ ઇંંચ ઉપર, બાબરામાં એક ઇંચ ઉપર, લીલીયામાં સવા ઇંચ, રાજૂલામાં એક ઇંચ જાફરાબાદમાં પોણો, બગસરામાં બે ઇંચ, ધારીમાં ઝાપટુ લાઠીમાં એક ઇંચ નીર, વડીયામાં બે ઇંચ ખાંભામાં   ઝાપટુ વરસી ગયુ હતું. જયારે અમરેલીમાં માત્ર ઝાપટા વરસી ગયા હતાં.

(1:08 pm IST)