Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રાજયના તમામ ખેડૂતોના દેવા માફ કરવા વિક્રમભાઇ માડમની રજૂઆત

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો

ખંભાળીયા તા.૨૯: ખંભાળીયા-ભાણવડના કોગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને રાજયના તમામ ખેડૂતોના દેવા માફ કરવા માંગણી કરી છે.

વિક્રમભાઇ માડમે વધુમાં જણાવ્યુ છે કે રાજયમાં આજે ખેડુતો દેવાના ડુંગર નીચે દબાવેલા છે, જો ખરેખર ખેડુતોનું હિત ઇચ્છતા હોય, તો પ્રથમ ખેડુતોના દેવા માફ કરી દેવા જોઇએ. ખેડુતોને વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી આવકનું ગતકડંુ દેખાડી અને દેવાના ડુંગર નીચે દબાવી રાખી સતત આપઘાતની દુષપ્રેરણા હેઠળ દબાવવાનું તાત્કાલિક બંધ કરો અને તમામ ખેડુતોના દેવા માફ કરી દેવા જોઇએ બમણી આવકનું પછી વિચારજો પહેલા દેવા માફ કરો નહી તો ખેડુતો કાયમી આપઘાત કરતા રહેશે તો ૨૦૨૨ સુધીમાં ખેડુત સમાજ અડધો થઇ જશે અને આડકતરી રીતે ૨૦૨૨માં બાકી રહેતા ખેડુતોની કુદરતી બમણી આવક મેળવતા થાય તેવી ચાલ રમવાનું બંધ કરવા માંગ કરી છે.

ખેડુતોને તેમનાં ખેતર/વાડીમાં ઉત્પન્ન થતી તમામ જણસોનું સરકાર કોઇ પણ જાતના ભેદભાવ વગર ટેકાના ભાવે તાત્કાલિક ખરીદ કરવાનું ચાલુ કરવું જોઇએ. ખેડુતોના ઉત્પાદનો (જણસો)ની ખરીદી માટે કોઇ લીમીટ કે બંધન ના રાખવા જોઇએ. તમામ ખેડૂતોનાં ઉત્પાદનો વિના રોક ટોક ટેકાના ભાવે ખરીદી કરવાનું ચાલુ કરવાની વિક્રમભાઇ માડમે માંગણી કરી છે.ખેડૂતો આજે મોટા કરજનાં ડુગર નીચે દબાએલા છે તેમનો તાત્કાલિક પાક વિમો પાસ કરવો. ખેડુતો રોજ આપઘાત કરે છે આવા આપઘાતના બનાવો થતાં રોકવા માટે પોષણક્ષમ ખેતી ઉત્પાદનોના ભાવો મળે અને આ બધી બાબતોમાં ખેડુતો માટે કોઇ બંધન ફે સ્ટોક (જથ્થાની)ની મર્યાદા હોવી જોઇએ નહી તેમ અંતમા ધારાસભ્ય વિક્રમભાઇ માડમે જણાવ્યુ છે.

(1:07 pm IST)