Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

કુંભારીયા ગામે રસ્તાના મામલે દંપતિ ઉપર હુમલોઃ પત્ની ગંભીર : ફરિયાદ

ભાવનગર તા. ૨૯: ભાવનગર જિલ્લાના કુંભારીયા ગામે રસ્તા ના મામલે ચાલતી માથાકુટમાં ત્રણ શખ્સોએ દંપતિ ઉપર હુમલો કરતા પત્નીની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાનાં મહુવા તાબેનાં કુંભારીયા ગામે રહેતા કુરજી ભાઇ જીણાભાઇ વાઘેલા ઉ.વ.૪૦ને આજ ગામના રહેતા રાજુભાઇ રામભાઇ, શ્યામ રામભાઇ અને જેસીંગભાઇએ રસ્તાના મામલે ચાલી રહેલી માથાકુટમાં ઉશ્કેરાઇ જઇ બાોલાચાલી કરી લોખંડનાં પાઇપ વડે કુરજીભાઇ અને તેની પત્ની શોભનાબેન પર હુમલો કરતાં બન્નેને સારવાર માટે  હોસ્પિટલ ખસેડાયેલ છે જયાં શોભનાબેનની સ્થિતિ અતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ૩૦૭ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)