Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

હળવદના પત્રકારો દ્વારા વિરોધ-આવેદન

હળવદઃ મોરબી જિલ્લા રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા સંગીતાબેન રૈયાણીએ આજે ઘરનો ફતવો બહાર પાડી હળવદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પરિણામોનું રીપોર્ટીંગ કરવા ગયેલા પત્રકારોને ફોટોગ્રાફસ લેવાની અને રીપોર્ટીંગ કરવા માટે મત ગણતરી સ્થળમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેતા પત્રકારોએ કવરેજનો બહિષ્કાર હતો. જિલ્લા રજિસ્ટ્રાર વિરૂદ્ધ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મોરબી જિલ્લા કલેકટરને હળવદ પત્રકાર સંઘના મેહુલ ભરવાડ, મયુર રાવલ, બળદેવ ભરવાડ, કિશોર પરમાર, અજય દવે, દિપક જાની, પ્રશાંત જયસ્વાલ, મહેન્દ્ર મારૂ, જગદીશ પરમાર, સુરેશ સોનગ્રા, વિશાલ જયસ્વાલએ આવેદનપત્ર પાઠવ્યુ હતું

(11:47 am IST)