Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ગારીયાધાર પાલિકામાં ડસ્ટબીન ખરીદીમાં ગેરરીતીઃ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

ગારીયાધાર તા.ર૯: ન.પા. ખાતે તાજેતર માં ૧૦૦ ડસ્ટબીનની ખરીદી માટે ૭ લાખ નું ટેન્ડર ગોંડલ ની ગીરીરાજ કંપની ને આપવામાં આવેલ જે કામગીરી આ એજન્સી ને કરવાને બદલે ન. પા. પ્રમુખના પુત્ર અલ્પેશ વાઘેલા દ્વારા કરવામાં આવતી હોવાની લેખીત રાવ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જે ડસ્ટબીન વાવ પ્લોટ વિસ્તારના લુવાર દ્વારા બનાવવામાં આવે છે. જે સાવ હલકી ગુણવતા હોવાનું અને ટેન્ડરમાં દર્શાવ્યા કરતા ર૦ ટકા નાણા વાપરી ન.પા. પૈસા ઉપાડવા માટે પ્રમુખના પુત્ર દ્વારા મોટું ષડયંત્ર કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે.

જેની સામે કાયદેસરનીકાર્યવાહી કરવા અને પાલીકાના નાણાનો દુરઉપયોગ થતો બચાવવા તાત્કાલીક અમલવારી કરવાની માંગણી સાથે કોંગ્રેસના સદસ્યો દ્વારા લેખીત રજુઆત કરાઇ છે.

આ બાબતે ગારીયાધાર ન.પા. ચિફ ઓફિસર બી. આર. બરાળે જણાવ્યું કે કામ રાખવા તેઓ બહાર હોવાથી લેખીત અરજી ધ્યાને લઇ આગળ અમલવારી કરી કાર્યવાહી કરવામાં આવશે.

(11:46 am IST)