Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

હળવદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં પુનઃ ભાજપનો દબદબો

હળવદ : માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભગવો લેહરાયો છે. ભાજપ પ્રેરિત પેનલમાં ૮માંથી ૮ બેઠક પર વિજેતા થઇ ભાજપ પોતાનો દબદબો જાળવી રાખ્યો. ભાજપ પ્રેરિત પેનલ ઝળહળતો વિજય, કાર્યકરોએ ઢોલનગારા આતાશબાજી વાજતે ગાજતે સરઘસ કાઢયું હતું. હળવદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીની મતગણતરી એપીએમસી ખાતે ભાજપ પ્રેરિત પેનલ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ ખેડુત બન્ને તરફથી ખેડુત પેનલમાં ૧૭ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાંથી તમામ બેઠક પર ભાજપ પ્રેરિત પેનલનો ઝળહળતો વિજય થયો હતો. જીલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં મતગણતરી યોજાઇ હતી. ખેડૂતની પેનલ ૮ બેઠક પર કબ્જો મેળવી કુલ ૧૪ બેઠક પર ભગવો લહેરાવ્યો, હળવદ એપીએમસીની ચૂંટણી બુધવાર તા. ર૭ જુનએ યોજાણી છે. જિલ્લા રજીસ્ટ્રાર સંગીતાબેન રૈયાણીના અધ્યક્ષ સ્થાને મતગણતરી યોજાઇ આજદિન સુધી હળવદ માર્કેટીંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત દબદબો રહ્યો છે ત્યારે વખતે ભાજપ પ્રેરિત પેનલ કબ્જો મેળવી જાળવી રાખ્યું છે. આ જીત માટે રાજકીય આગેવાનો જયંતીભાઇ કવાડીયા, રણછોડભાઇ પટેલ, અજયભાઇ રાવલ, ઘનશ્યામભાઇ ગોહિલ, રજનીભાઇ સંઘાણી, વલ્લભભાઇ પટેલ, રણછોડભાઇ દલવાડી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર ચૂંટણી દરમ્યાન પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત હતો. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂરી થઇ હતી ત્યાર બાદ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ તકે પૂર્વ રાજયમંત્રી જયંતીભાઇ કવાડીયા, બીપીનભાઇ દવે, મોરબી જિલ્લા ઉપપ્રમુખ વલ્લભભાઇ પટેલ, તાલુકા પ્રમુખ રજનીભાઇ સંઘાણી, ઇન્દુભા ઝાલા, અજયભાઇ રાવલ, ધીરૂભા ઝાલા, ઘનશ્યામભાઇ ગોહિલ, માર્કેટ યાર્ડ ચેરમેન કાર્યકરો મહિલા મોરચાના કાર્યકર્તા વગેરે મોટી સંખ્યામાં વિજય સરઘસમાં જોડાયા હતાં. (તસ્વીર-અહેવાલ : દિપક જાની, હરીશ રબારી-હળવદ)

(11:44 am IST)