Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

લખતર ગ્રામપંચાયત કચેરીએ ઉગ્ર રજૂઆત

વઢવાણ : લખતરના છેવાડે સરકાર દ્વારા ઇન્દિરા આવાસ યોજના, સરદાર આવાસ યોજના અંતર્ગત મોટી સંખ્યામાં લોકોને પ્લોટ અને ઘર બનાવી ફાળવ્યા છે. આ વિસ્તાર મફતીયાપરા તરીકે ઓળખાય છે. ૩૦ વર્ષ થવા આવ્યા છતા આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે રસ્તા, લાઇટ અને પાણીની કોઇ વ્યવસ્થા નથી. મફતીયાપરા વિસ્તારની ૪૦ થી ૫૦ મહિલાઓનું ટોળું લખતર ગ્રામ પંચાયતએ સુત્રોચ્ચાર કરતા કરતા ગામમાંથી રેલી સ્વરૂપ લખતર સરપંચ પ્રહલાદભાઇ ટી.ચાવડાને રજૂઆત કરવા દોડી ગઇ હતી. લખતર સરપંચને ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી તે તસ્વીર.

(11:39 am IST)