Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

લીંબડી વિકાસ ટ્રસ્ટ દ્વારા વ્યસન મુકિત રેલી નીકળી

વઢવાણ : લીંબડી ધંધુકા સ્ટેટ હાઇવે પર લીંબડી વિકાસ ટ્રસ્ટ દ્વારા ચાલતી બી.એચ.એમ.એસ. હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા વ્યસન મુકિત તેમજ બાળ મજૂરી વિરૂધ્ધ રેલી યોજાઇ હતી. આ રેલી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકો દ્વારા યોજવામાં આવી હતી. રેલી ટાવરથી લઇને સ્વામીનારાયણ મંદિર સુધી કરવામાં આવી હતી. રેલી દ્વારા આજના યુવાઓને વ્યસન મુકિત તેમજ બાળ મજૂરી વિરૂધ્ધ જાગૃત કરવા માટે યોજવામાં આવી હતી. રેલી નીકળી તે તસ્વીર.

(11:38 am IST)