Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

જામનગરમાં વિદ્યાર્થીઓને સાવચેતીના પગલાની માહિતી-ડેમોસ્ટેશન

શાળા સલામતી સપ્તાહ -૨૦૧૮ અંતર્ગત જામનગરની સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા કુદરતી તેમજ માનવસર્જીત આપતી સમયે સાવચેતીના પગલાં લેવા વિશે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવા સબંધી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોકડ્રીલ અને કુદરતી આપત્ત્।ી સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ઉપયોગમાં લેવાતા અલગ અલગ મશીનરીઓનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલ હતુ. વિદ્યાર્થીનીઓને કુદરતી આપત્ત્।ી સમયે શું કરવુ? અને શું ન કરવુ? તે બાબતે એન.ડી.આર.એફ.ના ઇન્સ્પેકટરશ્રી રાજેશ મીણાએ વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓને લાઇવ ડેમો યોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી વિશે જાગૃતિ આપી, આપત્ત્।ી સમયે નાગરીકોને કઇ રીતે ઉગારવા તેની મોકડ્રીલ યોજાઇ હતી. આ કાર્યક્રમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના યશવંતસિંહ પરમાર, શાળાના આચાર્ય મધુબેન ભટ્ટ, વાઘભાઇ,  ઘેટીયાભાઇ તેમજ મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. (તસ્વીરઃ અહેવાલઃ મુકુંદ બદિયાણી જામનગર)

(11:37 am IST)