Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ટંકારાના નેકનામમાં રસોઇ બનાવતી વખતે પ્રાઇમસ ફાટતા ભાવનાબેનનું મોત

રાજકોટ તા. ર૯ :.. ટંકારાના નેકનામમાં   રસોઇ બનાવતી વખતે પ્રાઇમસ ફાટતા દાઝી જતા મહિલાનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ નેકનામ ગામમાં રહેતા ભાવનાબેન ભરતભાઇ ઝાલા (ઉ.૩પ) ગઇકાલે પોતાના ઘરે રસોઇ બનાવતા હતાં. ત્યારે અચાનક પ્રાઇમસ ફાટતાં દાઝી જતા તેને તાકીદે સારવાર માટે રાજકોટની ખાનગી  હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. અજયસિંહ ચુડાસમાએ પ્રાથમિક કાગળો કરી ટંકારા પોલીસ મથકમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:35 am IST)