Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ઉપલેટા સભાપતી સોજીત્રાની રાજકોટ જીલ્લા નાગરીક પુરવઠા સલાહકાર સમીતીમાં નિમણુંક

ઉપલેટા તા.૨૯: ઉપલેટા ભાજપના આગેવાન અને જીલ્લા કિશાન મોરચાના મંત્રી અને નગરપાલીકાના કારોબારી સમીતીના ચેરમેન જેઓ અનેક રાજકીય સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા આગેવાન હરસુખભાઇ સોજીત્રાની સરકાર દ્વારા રાજકોટ જીલ્લા નાગરીક પુરવઠ્ઠા અને ગ્રાહક સલાહકાર સમિતી જેવા મહત્વના હોદા ઉપરની નિમણુંક કરવામાં આવેલ છે તેમને રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, જીલ્લા ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કેસખીયા, સહકારી સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા, જીલ્લા બેંકના ડીરેકટરો હરીભાઇ ઠુંમર, નરશીભાઇ મંગલપરા, યાર્ડના પ્રમુખ માધવજીભાઇ પટેલ, ઉપપ્રમુખ રાજાભાઇ સુવા, તાલુકા ભાજપ પ્રમુખ રાજશીભાઇ હુંબલ, સતીષભાઇ સોજીત્રા, નગરપાલીકાના ઉપપ્રમુખ ધવલ માકડીયા, સતીષભાઇ સોજીત્રા, કિરીટભાઇ પાદરીયા, ભાવેશ સુવા, કનુભાઇ સુવા, સહીતના ભાજપના આગેવાનો કાર્યકરો અને ટેકેદારોએ અભિનંદન પાઠવેલ છે.

(11:32 am IST)