Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

કચ્‍છ-વલ્લભીપુર-જેસર પંથકમાં ઝાપટાથી દોઢ ઇંચ

અંજારના આંબાપરમા વિજળી પડતા મહિલા દાઝીઃ રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવ યથાવત

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં કોટડાસાંગાણી પંથકમાં પડેલ વરસાદ અને ત્રીજી તસ્‍વીરમાં કચ્‍છમાં વિજળી પડતા દાઝી ગયેલ મહિલા નજરે પડે છે. (તસ્‍વીરઃ કલ્‍પેશ જાદવ, (કોટડા સાંગાણી), વિનોદ ગાલા, ભુજ)

રાજકોટ તા.૨૯: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ધુપ-છાંવના માહોલ સર્જાયેલ છે અને હળવો- ભારે વરસાદ વરસી જાય છે. ગઇકાલે પણ રાજકોટ, કોટડાસાંગાણી, ગોંડલ પંથકમાં ઝાપટાથી ૩ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

આજે સવારે પણ ધુપ-છાંવનો માહોલ છવાયેલ રહયો છે. અને બફારાનો અનુભવ થઇ રહયો છે.

રાજકોટ

રાજકોટ : શહેરમાં કાલે અચાનક વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો હતો અને જુદા-જુદા વિસ્‍તારોમાં હળવો-ભારે વરસાદ વરસ્‍યો હતો.

 રાજકોટના કોઠારીયા રોડ વિસ્‍તારમાં પોણોથી એક ઇંચ જેટલો વરસાદ પડતા વરસાદી પાણીના ખાબોચીયા ભરાઇ ગયા હતા.

અમરેલી

અમરેલીઃ ના રાજુલાના રાભડા ગામની સ્‍થાનિક નદીમાં પુરની સ્‍થિતિ સર્જાઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા નદીમાં પુર આવ્‍યું છે, હંમેશા સુકી ભઠ રહેતી નદીમાં પુર આવતા લોકો જોવા આવ ચઢયા હતા. સાવરકુંડલાના ગ્રામ્‍ય પંથકમાં પણ વરસાદના કારણે પુરની સ્‍થિતિ સર્જાઇ છે. દાધિયાણીની ધાણો નદીમાં પુર આવ્‍યું છે. આસપાસના ગામોમાં લગભગ ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. વિજપડી, ખડસલી, છાપરી, ડેડકડી, હાડીયા, દાધિયા, જેસર રોડ, ભમોદરા, જડકલા, શેલાણા સહિતના ગામડાઓમાં પણ મૂશળધાર વરસાદ વરસ્‍યો હતો.

રાજુલાના ડુંગર, મોરંગી, માંડળ સહિતના ગામોમાં તો ૨ થી ૩ ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટના કોટડા સાંગાણીના રામોદ, સતાપરા, સાંઢવાયા, કરમાળા કોટડામાં ર ઇંચ વરસાદ ખાબકયો છે. ગોંડલના શ્રીનાથગઢ, કમઢીયા-કેશવાળા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્‍યો છે. ભારે વરસાદના પગલે વોંકળા, ચેકડેમો ઓવરફલો થયા છે. કેટલીએ જગ્‍યાએ વીજળી ગુલ પણ થઇ ગઇ હતી.

સોૈરાષ્‍ટ્રના અમરેલી જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્‍યા બાદ અન્‍ય જિલ્લામાં પણ પધરામણી કરી છે. ભાવનગર જિલ્લાના ઢસામાં પણ ધોધમાર વરસાદ વરસ્‍યો છે. જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્‍યો છે બજારો તેમજ રસ્‍તાઓ પર પાણી ભરાઇ જતા વાહન ચાલકોને હાલાકી સર્જા છે. જામનગર જિલ્લાના જામખંભાળીયામાં પણ ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઇ છે. ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન રહેતા ગરમીથી રાહત અનુભવવામાં આવી છે. ભાવનગરના તળાજા, અલંગ, મહુવામાં ધીમી ધારે વરસાદ વરસ્‍યો હતો.

ભુજ

ભુજઃ વરસાદની લાંબો સમય રાહ જોયા બાદ અંતે ગુજરાતની સાથે ગઇકાલે કચ્‍છમાં પણ મેઘરાજાએ ધમાકેદાર અને લોકો માટે રાહતરૂપ એન્‍ટ્રી કરી હતી. સવારે મુન્‍દ્રા સહિત આસપાસના ગામોમાં વરસાદે દસ્‍તક આપી હતી. એક કલાકમાં અડધો થી પોણો ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. તો બપોર બાદ ભુજ તાલુકાના વિવિધ ગામોમાં વરસાદે એન્‍ટ્રી કરી હતી. અને ભુજ સહિત માધાપર અને લાંખોદ સહિતના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ભુજમાં જોકે ભાદરવા ના  ભુસાકા જેવો માહોલ હતો કયાંક વરસાદ તો કયાંક તડકો હતો. ભુજ તાલુકાના નિરોણા, પાલનપુર અને નિરોણા ઝુરા તથા નરા સહિતના વિસ્‍તારોમાં કંચનરૂપી વરસાદ વરસ્‍યો હતો. અહી એક ઇંચ જેટલો વરસાદ પડયો હોવાનું સ્‍થાનીક લોકોએ જણાવ્‍યું હતું. જેથી પશુપાલકોમાં ખુશી ફેલાઇ હતી. તો પશુઓ માટે પણ આશીર્વાદરૂપ વરસાદ વરસ્‍યો છે. હાલ સમગ્ર કચ્‍છમાં વરસાદી માહોલ છે. તો છેલ્લા ઘણા સમયથી કચ્‍છની સાથે મુંબઇ વસતા કચ્‍છીઓ પણ વરસાદની રાહ જોઇ રહયા હતા. વરસાદી માહોલ વચ્‍ચે અંજારમાં આંબાપર ગામે સીમ વિસ્‍તારમાં પાણીના બોર નજીક કામ કરતી એક મહિલા પર વિજળી પડી હતી જો કે સદ્દનસીબે તેને વધુ ઇજા પહોંચી ન હતી પરંતુ ભોગ બનનાર ગીતાબેન રબારી બેહોશ થઇ જતા તેને અંજારની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ તેમની તબીયત સુધારા ઉપર છે. આમ કચ્‍છમાં વરસાદની પ્રથમ હેલી ખુખી લઇ આવી છે.

 ભાવનગર

ભાવનગરઃ જિલ્લાનાં વલ્લભીપુર અને જેસર પંથકમાં સવા ઇંચ વરસાદ પડયો છે. મહુવા માં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ભાવનગર શહેરમાં માત્ર વરસાદનું ઝાપટું વરસી ગયું હતું.

ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ બંધાયો હતો. તો જિલ્લાનાં ત્રણ તાલુકા માં મેઘરાજાની મહેર થઇ હતી. જયારે ભાવનગર શહેરમાં માત્ર ઝાપટું જ વરસ્‍યું હતું.

ભાવનગરમાં ૯મી.મી., મહુવામાં ૧૦મી.મી., જેસરમાં ૩૪ મી.મી. અને વલ્લભીપુરમાં ૩૦ મી.મી. ધોધમાર વરસાદ પડતાં ખેડુતો અને ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

ભાવનગરનું મહત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૩ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૨ ટકા અને પવનની ઝડપ ૩૮ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

કોટડા સાંગાણી

કોટડાસાંગાણી : તાલુકાના ગામોમાં બે થી ત્રણ ઇંચ વરસાદ નોંધાતા ખેડુતોમાં હરખની હેલી પ્રસરી જવા પામી છે. હવામાન વિભાગની આગાહી ના પગલે કોટડાસાંગાણી તાલુકાના ગામોને બપોરબાદ મેઘરાજાએ ધમરોળ્‍યા હતા. જેમાં રામોદ, ભાડવામાં બે રાજપરા નારણકા, સતાપર, નવાગામ સાંઢવાયા સહિતના ગામોમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ તુટી પડયો હતો. જેથી લોકોને ગરમી માંથી રાહત મળી હતી. જયારે કોટડા સાંગાણીમાં છુટા છવાયા ઝાપટા પડયા હતા. પરંતુ આસપાસના ગામોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. બેથી ત્રણ ઇંચ ખાબકેલા વરસાદથી જળાશયોમાં નવાનીરની આવક થઇ હતી અને ખેતરો પાણી-પાણી થઇ જવા પામ્‍યા હતા. ખેડુતોએ કરેલા વાવેતર પર વરસાદ પડતા ખેડુતોમાં  હરખની હેલી પ્રસરી જવા પામી હતી

જામનગર

જામનગર તા.૨૯: શહેરનું તાપમાન ૩૪.૮ મહત્તમ, ૨૭.૪ લઘુત્તમ, ૮૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૯.૫ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી. લાલપુરમાં ૧૨ મીમી. , જામજોધપુરમાં ૦૨ મીમી અને શહેરમાં ૦૮ મીમી વરસાદ નોંધાયો છે.

 

(11:29 am IST)
  • સાણંદ તાલુકા પંચાયત ભાજપે ગુમાવી : ૧૩ સભ્યોનો સાથ મેળવી કોંગ્રેસની જીતઃ ઉપપ્રમુખ પદે ભરતસિંહ ડોડીયાની થઇ વરણીઃ પ્રમુખ પદે રંજનબેન વાઘેલા ચુંટાયા access_time 4:07 pm IST

  • એમ.કે.ભાવનગર યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં પ્રોફે.બક્ષી ઉપર થયેલ અત્યાચાર વિરુદ્ધ રજિસ્ટ્રારને આવેદન પત્ર આપ્યું.. access_time 10:39 pm IST

  • શુક્રવારે સતત બીજાદિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થશે નહિ :ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાયા હતા : બુધવારે પેટ્રોલના ભાવમાં લીટરે 5 પૈસા અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો હતો :મંગળવારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા જયારે પેટ્રોલમાં લિટરે નવ પૈસા ઘટ્યા હતા: ફોટો petrol access_time 11:14 pm IST