Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

માધવપુર (ઘેડ)માં કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે કારર્કિદિ માર્ગદર્શન યોજાયું

પોરબંદર તા. ર૯ : માધવપુર (ઘેડ) ખાતે કોળી સમાજના છાત્રો માટે કારર્કિદિ માર્ગદર્શનનુ સેમિનારનુ આયોજન કરવામાં આવેલ હતું. રાજકોટના જી.કે. એસ.ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અને માધવપુર(ઘેડ) કોળી સેવા સમાજ દ્વારા તાજેતરમાં ધો.૧૦-૧ર પછી શું ? અને સ્પર્ધાત્મક પરીક્ષાની પુર્વે તૈયારી અંગે કોળી સમાજના છાત્રોના કારર્કિદી માર્ગદર્શન સેમિનાર સંપન્ન થયો હતો.

પૂર્વ ધારાસભ્ય ભગવનજીભાઇ કરગટીયા, માધાપુર ઘેડના સરપંચ દેવશીભાઇ કરગટીયા, ઘેડ પંથકના યુવા પ્રમુખ હસુભાઇ ડોડીયા, ઘોડાદરના સરપંચ મોહનભાઇ સગારકા, રાજકોટના જી.કે.એમ.ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ ચુડાસમા સહિત તજજ્ઞો સમાજશ્રેષ્ઠીઓના હસ્તે મંગલ દીપ પ્રગટાવી ખુલ્લો મુકાયો હતો.

ધો.૧૦-૧ર ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ ઘણા ખરા ઉતીર્ણ થયેલો અને અનઉર્તિણ થયેલા છાત્રોના વાલીઓ છાત્રોનું ભાવિ-દિશા નકકી કરવા મુંઝવણ અનુભવી રહેલા વિદ્યાર્થીઓને ઉપયોગી થવા માટે નિઃશુલ્ક યોજાયેલા કારર્કિદી માર્ગદર્શન સેમિનારમાં આઇ.ટી.આઇ.ડીપ્લોમાં આર્ટસ, કોમર્સ, શિક્ષણ એગ્રીકલ્ચરર, ડેરી એન્જિનિયરીંગ મેડીકલ, કાયદો, રમત-ગમત, તેમજ જી.પી.એસ.સી. ક્ષેત્રના વિવિધ તજજ્ઞો રાજકોટના ડો. સી.બી.બાલસ જીલભાઇ બાલસ, ભાદરકા રાજદીપ, ભુવા રામભાઇ, દીનેશભાઇ ડાકી, રણજીતભાઇ ભરડા, શૈલેષભાઇ વાનાળિયા, જગદીશભાઇ ધારેચા અને જુનાગઢના રૂપેશભાઇ ચુડાસમાંએ ધો.૧૦-૧ર પછીના અભ્યાસક્રમો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેવા પુરી પાડી હતી.

પ્રારંભમાં માવધપુર(ઘેડ) કોળી સેવા સમાજના નવનિયુકત પ્રમુખ પરબતભાઇ ધરસેંડાએ આગામી વર્ષમાં યોજનારી સમાજ ઉત્કર્ષની સેવાકીય પ્રવૃતિઓનો ચિતાર રજુ કરી સૌને આવકાર્યા હતા. રાજકોટના એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ ચુડાસમાએ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એકતા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કારર્કિદિ સ્પર્ધાત્મક સેમિનાર તથા કોચીંગ કલાસની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.

(11:28 am IST)