Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

માલિયાસણમાં જુના મનદુઃખને લીધે રસિક પાનસુરીયા પર લાકડી-પાઇપથી હુમલો

જૂગારની રેઇડમાં બાતમી આપનારને ઠપકો આપતાં હુમલો થયાની ચર્ચા

રાજકોટ તા. ૨૯: માલિયાસણમાં રહેતાં અને ખેતી કરવા ઉપરાંત હીરા ઘસી ગુજરાન ચલાવતાં રસિક રમેશભાઇ પાનસુરીયા (ઉ.૩૦) નામના લેઉવા પટેલ યુવાન પર રાત્રે સાડા નવેક વાગ્યે ગામના પાદરે ત્રણ-ચાર શખ્સોએ લાકડી-પાઇપથી હુમલો કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. રસિકભાઇના સગાએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ ભીમ અગીયારસ પર ગામમાં જુગારની રેઇડ પડી હતી. આ બાબતે જેણે બાતમી આપી હતી તેને ઠપકો અપાતાં રસિક સાથે મનદુઃખ રાખી હુમલો કરાયો હતો. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:28 am IST)