Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

કાલાવડના રાજડાના કાંતિ બથવારને રાજકોટમાં માસી-મામાએ માર માર્યો

જુની પોલીસ ફરિયાદનો ખાર રાખી હુમલો કરાયાનું કથન

રાજકોટ તા. ૨૯: કાલાવડના રાજડા ગામે રહેતાં અને ટ્રેકટરમાં મજૂરી કરતાં કાંતિભાઇ મંગાભાઇ બથવાર (ઉ.૩૦) નામના વણકર યુવાનને સાંજે મોટા મવા લક્ષ્મીના ઢોળા પાસે પોતાના માસી જસુબેન મકવાણાના ઘરે પત્નિ સાથે ગયો ત્યારે બીજા માસી અને મામાએ મારકુટ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

કાંતિભાઇના કહેવા મુજબ તેના વિરૂધ્ધ અગાઉ માસીએ ફરિયાદ કરી હતી. ગઇકાલે જ પોતે જામીન પર છુટ્યો હતો અને મોટા મવા લક્ષ્મીના ઢોળે જતાં અગાઉની ફરિયાદનો ખાર રાખી હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકી મારફત યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

(11:27 am IST)