Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

જામકંડોરણાના સોળવદરના નકલી દુધ કૌભાંડમાં તપાસનો ધમધમાટઃ અન્ય શખ્સોની શોધખોળ

આરઆરસેલની ટીમે સાંગાભાઇ રબારીના ઘરમાં છાપો મારી નકલી દુધ બનાવવાની સામગ્રી અને વાહન સહીત ૮.૩૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો'તો

રાજકોટ, તા., ૨૯: જામકંડોરણાના સોળવદર ગામે આરઆરસેલની ટીમે રબારી શખ્સના ઘરેથી નકલી દુધ બનાવવાનું કારસ્તાન ઝડપી લીધા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને કૌભાંડમાં સામેલ અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આરઆરસેલના પો.સ.ઇ. કૃણાલ પટેલને ખાનગી રાહે હકીકત મળેલ કે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના જામકંડોરણાના સોડવદર ગામે રહેતા સાંગાભાઇ નારણભાઇ ભારાઇ (રબારી) રહે. સોડવદર પટેલ સમાજ પાછળ પ્લોટ વિસ્તાર તા.જામકંડોરણા વાળો પોતાના ઘરે ડુપ્લીકેટ દુધ બનાવી વેચતા હોય અને હાલે પણ ડુપ્લીકેટ દુધ બનાવવાનું ચાલુ હોય જેથી તુર્ત જ હકીકતવાળી જગ્યાએ પહોંચી ઘરે રેઇડ કરતા ડુપ્લીકેટ દુધ બનાવવાની સામગ્રી તથા વાહન મળી કુલ રૂ. ૮,૩૦,૧૬૦નો મુદામાલ તથા ડુપ્લીકેટ દુધનો મોટો જથ્થો પકડી પાડી ડુપ્લીકેટ દુધના નમુનાના સેમ્પલ લેવડાવી મજકુર ઇસમ વિરૂધ્ધ જામકંડોરણા પો.સ્ટે. જાણવાજોગ રજી. કરાવેલ છે અને સેમ્પલના રીપોર્ટ આવ્યેથી મજકુર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

આરઆરસેલની ટીમે નકલી દુધ કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ડુપ્લીકેટ દુધ લેનાર તથા દુધ બનાવવામાં સામેલ અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(11:24 am IST)