Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વાંકાનેરના ભલગામ પાસે ૫૨ લાખનો દારૂનો જથ્‍થો પકડાયો

આર્મીની ડુપ્‍લીકેટ બિલ્‍ટી વાપરી દારૂનો જથ્‍થો કચ્‍છ જતો'તોને આર.આર.સેલની ટીમે ઝડપી લીધો : ૨૫૦૪૪ દારૂની બોટલ, ૫૮૮૦ બિયર અને ટ્રક સહિત ૬૨ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ : અન્‍ય બેની શોધખોળ : બુટલેગરોએ આર્મીની ડુપ્‍લીકેટ બિલ્‍ટી સાથે દારૂનો જથ્‍થો પેટીમાં પેક કરી કંતાન બાંધી દિધુ'તું જેથી આર્મીનો સામાન હોય તેવું લાગે !

તસ્‍વીરમાં પકડાયેલ દારૂનો જથ્‍થો અને આર.આર. સેલની ટીમ નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ, મોરબી)

મોરબી તા. ૨૯ : ગુજરાતમાં કહેવા પુરતી દારૂબંધી હોય તેમ દારૂની રેલમછેલ જોવા મળે છે. ગત રાત્રીના વાંકાનેર બાઉન્‍ડ્રી નજીકથી આર આર સેલની ટીમે એક ટ્રકને આંતરી ટ્રકમાં ભરેલો ૫૨ લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્‍થો અને ટ્રક મળીને ૬૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ રેંજ આઈજી ડી.એન. પટેલની સુચનાથી આર આર સેલની ટીમ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન હરિયાણાથી એક ટ્રકમાં જંગી દારૂનો જથ્‍થો લઈને વાંકાનેર બાઉન્‍ડ્રી નજીકથી પસાર થવાની બાતમીને આધારે આર આર સેલની ટીમે વોચ ગોઠવી હતી જેમાં વાંકાનેર બાઉન્‍ડ્રીથી ભલગામ પાટિયા તરફ જવાના રસ્‍તેથી પસાર થતી ટ્રક નું એપી ૨૯ ટીબી ૨૫૬૫ ને આંતરીને તલાશી લેતા ટ્રકમાંથી છુપાવીને રાખેલો જુદી જુદી બ્રાંડની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ ૭૪૨૮ કીમત ૨૮,૫૩,૦૦૦ તેમજ અન્‍ય ૧૭,૬૧૬ દારૂની બોટલ કીમત ૧૭,૬૧,૬૦૦ અને બીયર નંગ ૫૮૮૦ કીમત ૫,૮૮,૦૦૦ મળી કુલ ૫૨,૦૯,૯૦૦ ની કિમતનો દારૂનો જથ્‍થો મળી આવતા વિદેશી દારૂ-બીયરનો જથ્‍થો તેમજ ટ્રક અને મોબાઈલ સહીત કુલ ૬૨,૦૯,૧૦૦ ની કિમતનો દારૂનો જથ્‍થો જપ્ત કરવામાં આવ્‍યો છે.વિદેશી દારૂ ભરેલી ટ્રક લઈને નીકળેલા ટ્રક ચાલક સરબજીતસિંહ સોહનસિંહગ જાટ (ઊવ ૩૨) રહે. પંજાબ વાળાને ઝડપી લેવામાં આવ્‍યો છે જયારે દારૂનો જથ્‍થો મોકલનાર તરીકે રાહુલસિંહ જાટ રહે હરિયાણા, ટ્રકના માલિક મહાવીર બાબુલાલ રહે. તેલંગાના અને એક મોબાઈલનં એમ ત્રણ આરોપીના નામો ખુલતા તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.

હરિયાણાથી વિદેશી દારૂનો જંગી જથ્‍થો ભરીને નીકળેલી ટ્રકમાં આર્મીનો સામાન ભરેલો હોવાની ડુપ્‍લીકેટ બિલ્‍ટી બનાવાઈ હતી અને આ સામાન કચ્‍છના ભુજ ખાતેના આર્મી કેમ્‍પ ખાતે રવાના થયો હોય જેથી રાજયની બોર્ડર પરથી ટ્રક હેમખેમ પસાર થઇ હતી જોકે આર આર સેલની ટીમે બાતમીને આધારે ટ્રક ઝડપી લીધી હતી અને જંગી દારૂનો જથ્‍થો જપ્ત કર્યો છે ત્‍યારે આર્મીની ડુપ્‍લીકેટ બિલ્‍ટી અંગે પણ વધુ તપાસ ચલાવવામાં આવશે

આર્મીનો સામાન જતો હોવાની નકલી બિલ્‍ટી બનાવવા ઉપરાંત ભેજાબાજ બુટલેગરોએ ફ્રિજના ખાલી ખોખામાં દારૂ સંતાડ્‍યો હતો અને તેની ફરતે કાંટાન બાંધી પતરાની મોટી પેટીઓ રાખી હતી જેથી આર્મીનો સામાન હોય તેવું લાગે અને આ રીતે જંગી દારૂનો જથ્‍થો કચ્‍છમાં ઘુસાડવા પ્રયત્‍ન કરાયો હતો જોકે આર આર સેલની સતર્કતાએ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

 

(11:09 am IST)
  • એમ.કે.ભાવનગર યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં પ્રોફે.બક્ષી ઉપર થયેલ અત્યાચાર વિરુદ્ધ રજિસ્ટ્રારને આવેદન પત્ર આપ્યું.. access_time 10:39 pm IST

  • શનિવારે સતત બીજાદિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થશે નહિ :શુક્રવાર અને ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાયા હતા : બુધવારે પેટ્રોલના ભાવમાં લીટરે 5 પૈસા અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો હતો :મંગળવારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા જયારે પેટ્રોલમાં લિટરે નવ પૈસા ઘટ્યા હતા access_time 1:13 am IST

  • સરકાર સંસદમાં કોઈપણ વિષય પર વાતચીત કરવા તૈયાર :મોન્સૂન સત્રમાં સહયોગ માટે સંસદીય કાર્યમંત્રી વિજય ગોયલે લીધી મનમોહનસિંહની મુલાકાત :18મી જુલાઈથી શરુ થનાર ચોમાસુ સત્ર માટે વિજય ગોયલ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળીને સંસદને સુચારુ રૂપે ચલાવવા માટે અપીલ કરશે access_time 1:06 am IST