Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

આદિપુર મહિલા PSI અને કોન્‍સ્‍ટેબલ લાંચ લેતા ઝડપાયા

ભુજ તા. ૨૯ : ગાંધીનગરની સુચનાથી આદિપુર પોલિસ મથકે એક છટકુ ગોઠવ્‍યુ હતુ અને જેમા આદિપુર મહિલા પોલિસ મથકના ઇન્‍ચાર્જ મહિલા PSI કે.આર.વાધેલા અને તેના સાથી મહિલા કોન્‍સ્‍ટેબલ હર્ષા બારડ ૩૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

ACB એ આપેલીᅠ માહિતી મુજબ મહિલા પોલીસ સ્‍ટેશનમાં ઉચ્‍ચ અધિકારીના વાર્ષીક ઇન્‍સ્‍પેક્‍શનમા ૩૦૦૦ રૂપીયાનો ખર્ચ થશે તેવુ કહી ફરીયાદી પાસેથી પૈસાની માંગણી કરી હતી જે અનુસંધાને ગાંધીનગર વડી કચેરીની સુચનાથી છટકુ ગોઠવવામા આવ્‍યુ હતુ જેમા બન્ને મહિલા પોલિસ કર્મી લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. હાલ પાટણ ACB આ મામલે કાર્યવાહી કરી રહી છે અને ત્‍યાર બાદ સ્‍થાનીક ACB ને વધુ તપાસ માટે સોંપાશે જો સુત્રોનુ માનીએ તો થોડા સમય પહેલા પણ ભ્રષ્ટાચારની ફરીયાદ ઉઠી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી પરંતુ આજેᅠ આ બન્ને મહિલા લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

અત્રે એ નોંધનીય છે કે, હાલમાં જ જામનગર પંથકના પણ એક મહિલા ફોજદારએ લાંચની માંગણી કરેલ જે ચર્ચા બાદ તેઓને સસ્‍પેન્‍ડ પણ કરવામાં આવ્‍યા છે ત્‍યારે મહિલા ફોજદારની આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે.

(10:48 am IST)