Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

મોરબીના પટેલ આધેડને હનીટ્રેપમાં ફસાવી એક કરોડની માંગણી : એક આરોપીને એલસીબીએ ઝડપી લીધો

ધ્રોલની કાજલ પરમાર અને મોરબીના રમેશ દઢાણીયાએ મોરબીના વેપારી મનસુખ આદ્રોજાનો બિભત્‍સ વિડીયો ઉતારી બ્‍લેકમેઇલીંગ શરૂ કર્યું : રમેશની ધરપકડ

મોરબી તા. ૨૯ : મોરબી જિલ્લામાં સીરામીક ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી પડાવવાના અને હનીટ્રેપમાં ફસાવી બ્‍લેકમેઇલીંગના અનેક કિસ્‍સાઓ બહાર આવ્‍યા છે. આવા જ વધુ એક કિસ્‍સામાં મોરબીના પટેલ વેપારીને હનીટ્રેપમાં ફસાવી બ્‍લેકમેઇલીંગ કરી એક કરોડની માંગણી કરાતા મામલો પોલીસમાં પહોંચતા પોલીસે તુર્ત જ બ્‍લેકમેઇલીંગ કરનાર એક શખ્‍સને દબોચી લીધો હતો.

મળતી વિગતો મુજબ મોરબીના નવા બસ સ્‍ટેન્‍ડ નજીકની સ્‍વસ્‍તિક સોસાયટીના રહેવાસી મનસુખભાઈ પ્રભુભાઈ આદ્રોજા (ઊવ ૫૨) નામના પટેલ વેપારીને આરોપી કાજલ હેમરાજ પરમાર રહે. મૂળ ધ્રોલ વાડી વિસ્‍તાર જી. જામનગર હાલ મોરબી ઇન્‍દીરાનગર અને રમેશ તળશી ડઢાંણીયા રહે. ગૌતમ સોસાયટી રવાપર રોડ મોરબીએ આરોપીસ્ત્રી સાથે પરિચય કરાવીને વિશ્વાસમાં લઇ પંદરેક દિવસ પહેલા મોબાઈલ પર સ્ત્રીએ ફોન કરીને પોતાની તબિયત ખરાબ હોવાના બહાને બોલાવી પોતાની મરજીથી મનસુખ આદ્રોજા સાથે શરીર સંબંધ બાંધ્‍યા હતા અને તેની જાણ બહાર વિડીયો ઉતારી લઈને કલીપ મોકલી હતી અને રૂપિયા ૧ કરોડની માંગણી કરી હતી અને જો પૈસા નહિ મળે તો વિડીયો કલીપ વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની અને બળાત્‍કારની ફરિયાદ કરી ગુન્‍હામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.

આ અંગે ભોગ બનનાર વેપારી મનસુખભાઇએ પોલીસમાં ફરીયાદ કરતા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્‍ચાર્જ પી.આઇ. આર.ટી.વ્‍યાસ તથા સ્‍ટાફે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપી રમેશ ડઢાણીયાને દબોચી લીધો હતો. જ્‍યારે હનીટ્રેપમાં સામેલ કાજલ નામની યુવતીની શોધખોળ હાથ ધરી છે. આ બનાવે મોરબી પંથકમાં ભારે ચર્ચા જગાડી છે.

(7:17 pm IST)