Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

કોટડાસાંગાણી ગોંડલ ના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાંથી માંડી ને 3 ઇંચ વરસાદ

રાજકોટ: આજે સાંજે  રાજકોટ સહિત  સૌરાષ્ટ્રના  અમુક વિસ્તારોમાં  વાતાવરણમાં  પલટો આવ્યો હતો  અને  હળવો ભારે વરસાદ  વરસ્યો હતો  રાજકોટ નજીકના કોટડાસાંગાણીના રામોદ,સતાપર,સાંઢવાયા,કરમાળ કોટડા સહિતના ગામો 2 ઈંચ વરસાદ પડ્યો હતો આ વરસાદ ગોંડલ પંથક ના શ્રીનાથગઢ, કમઢીયા, કેશવાળા અને ધરાળા દેરડી કુંભાજી રાણસીકી વિંજીવડ મેતા ખંભાળીયા મોટી ખીલોરીકમઢીયા સહિતના ગામમાં બેથી 3ઈંચ વરસાદ પડ્યો છે : ભારે વરસાદને પગલે વોંકળા,ચેકડેમો મા પાણી આવ્યા હતા જેના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. : ઉપરાંત ગોંડલના શ્રીનાથગઢ,કમઢીયા - કેશવાળા સહિતના ગામોમાં હળવો ભારે વરસાદ વરસ્યો છે જ્યારેગોંડલ શહેર ના અનેક વિસ્તારો માં વરસાદી ઝાપટા વરસ્યા હતા : વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારો માં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો વરસાદના કારણે બફારામાંથી રાહત મળી છે

(7:11 pm IST)