Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ધોરાજીમાં દારુલ ઉલૂમ મિસ્‍કીનિયાંહના શતાબ્‍દી મહોત્‍સવમાં લોકો ઉમટી પડ્‍યા

જે સમાજમાં શિક્ષણ નથી તે સમાજ એક જર્જરિત ઇમારત સમાન : મોલાના શાકિર

ધોરાજી તા. ૨૯ : ધોરાજી ખાતે સુન્ની સંપ્રદાયની ઐતિહાસિક ગણાતી ધાર્મિક સંસ્‍થા  દારુલ ઉલુમ મિશ્‍કીનિયાંહના બે દિવસીય શતાબ્‍દી મહોત્‍સવ અને સંસ્‍થામાં ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓનો પદવી દાન સમારોહ યોજાયો. જેમાં સંસ્‍થાના પટાંગણમાં યોજાયેલ મોહસીન એ આઝમ કોન્‍ફરન્‍સમાં દેશ વિદેશમાંથી પધારેલ મુસ્‍લિમ ધર્મ ગુરુઓએ પોતાનું પ્રવચન રજૂ કર્યું હતું.

આ તકે સમાજ સુધારક સંસ્‍થાના વડા એવા મોલાના મોહંમદ સાકીર નૂરી એ પોતાના પ્રવચન દરમ્‍યાન સમાજ માં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાની વાત કહી હતી અને જણાવેલ હતું કે હાલ મુસ્‍લિમ સમાજ શિક્ષણથી દુર થઇ રહ્યો સમાજમાં શિક્ષણની તાતી જરૂર છે શિક્ષણ વગર ના લોકો એક જર્જરિત ઇમારત સમાન હોઈ છે અને જો શિક્ષણ હશે તો સમાજનો યુવાન દેશ અને  દુનિયામાં સમાજનું અને દેશનું નામ રોશન કરશે.

 જમશેદ પુરથી પધારેલ સૈયદ સેફુદ્દીન અસદક એ પણ સમાજમાં રહેલ. કુ રિવાજ નાબૂદ કરવા માટે અને લગ્ન સમારોહ માં થઈ રહેલ ખોટા ખર્ચ પર કાપ મૂકવા ભર મુકયો હતો સાથો સાથ જણાવેલ હતું કે હાલના આ યુગમાં દીકરા દીકરીઓ વ્‍યસન અને ફેશન તરફ વળ્‍યા છે ત્‍યારે વ્‍યસન અને ફેશન બંને યુવાનોના દુશ્‍મન છે એનાથી દૂર રહેવા પણ હાકલ કરેલ હતી.

અંતમાં સુન્ની સંપ્રદાયના આંતરાષ્‍ટ્રીય વડા સૈયદ હાશમી મિયા અશરફી એ દેશ અને દુનિયામાં અમન શાંતિ માટે દુઆએ ખેર કરેલ હતી . કાર્યક્રમનું સંચાલન હાફિઝ ઉવેષ યારે અલ્‍વી અને મુફ્‌તી નવાઝ યારે અલ્‍વીએ કરેલ હતું.

સંસ્‍થાના પ્રમુખ ઇમ્‍તિયાઝભાઇ પોઠીયાવાલા, ઉપપ્રમુખ અફરોઝભાઇ લકડકુટા, સેક્રેટરી બાશીતભાઇ પાનવાલા,જો.સેક્રેટરી રફીકભાઇ તુમ્‍બી, ટ્રસ્‍ટી હમીદભાઇ ગોડીલ, ઈકરામભાઈ ચીડીમાર મેમન, ઇદરીશભાઇ કુંડા, સીરાજભાઇ ધાયા, નોશાદભાઇ ગોડીલ સહીત ટ્રસ્‍ટીઓએ મહેમાનો અને ધર્મગુરુઓને આવકાર્ય હતા.

આકર્ષક સોવેનિયરનું વિમોચન

દારુલ ઉલુમ મદ્રેસા-એ-મીસકીનીયાહ ધોરાજી  સંસ્‍થાને ૧૦૦ વરસ પુરા થયા હોય તેના શતાબ્‍દી પ્રસંગે આલીમો એ તકરીર ( પ્રવચન) કરી લોકોને મંત્રમુગધ કરી દીધેલ. આ તકે  સંસ્‍થામાં પચાસ વર્ષથી અવિરત સેવા આપનાર પ્રિન્‍સિપાલ ગુલામ ગોષ અલવી સાહેબ ની કામગિરીની પ્રશંસા કરી આજે વટવળક્ષ સમાન સંસ્‍થા માથી હજારો આલીમ તૈયાર કરનાર અલવી સાહેબે આપેલ ત્‍યાગને બિરદાવેલ હતા. મૌલાના કારી રિઝવાને નાત શરીફ પઢી  અને સંગત તેવી રંગત' જેવા વ્‍યક્‍તિ ઓ સાથે રહેશો તેવુ તમે તેવુ જીવન જીવશો આ વિષય ઉપર સમજણ આપી શિક્ષણનું જીવનમાં મહત્‍વ સમજાવેલ. આ ઉપરાંત ઘણા આલીમો એ તકરીર (પ્રવચન) કરી જીવન કઈ રીતે શીસતબધ રીતે જીવવુ તેની સમજણ આપી હતી.

સંસ્‍થાના ટ્રસ્‍ટી મંડળનાં સભ્‍યો તેમજ આમંત્રિત મહાનુભાવોની ઉપસ્‍થિતિ વચ્‍ચે  શતાબ્‍દી પ્રસંગની ભવ્‍ય યાદગારી માટે સંસ્‍થા તરફથી એક યાદગાર, આકર્ષક  સોવેનિયર બહાર પાડવામા આવેલ હતું.

(2:27 pm IST)