Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

પોરબંદરમાં પૂ.ગાંધીજીને પુષ્‍પાંજલી અર્પણ કરતા પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ

પોરબંદર,તા. ૨૯ : ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને રાષ્‍ટ્રીય સંયોજક પવનભાઇ મજીઠિયાએ કીર્તિમંદિરની મુલાકાત લઇને પૂ.ગાંધીજીને પુષ્‍પાંજલી અર્પણ કરી હતી.

કીર્તિમંદિરની મુલાકાત વેળાએ પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, અને રાષ્‍ટ્રીય સંયોજક પવનભાઇ મજીઠિયાની સાથે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી આદિત્‍યસિંહ ગોહેલ અને એનએસયુઆઇના રાષ્‍ટ્રીય નેતા તીર્થરાજ બાપોદરા હાજર રહીને પૂ. ગાંધીજીને પુષ્‍પાંજલી અર્પી હતી.

(2:44 pm IST)