Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

પોરબંદર પાયોનિયર દ્વારા જેલના રપ૦ કેદીઓને અસહય ગરમીમાં ઠંડા શરતબનું વિતરણ

પોરબંદર તા .ર૯ : પાયોનિયર કલબ તથા સાગરપુત્ર સમન્‍વય દ્વારા કાળઝાળ અને અસહ્ય ગરમીમાં ખાસ જેલમાં કેદીઓને ગરમીમાં રાહત મળી રહે તે માટે ખાસ જેલમાં રહેલા અશરે રપ૦ જેટલા કેદીઓને ઠંડા પીણા (શરબત) પીવડાવવામાં આવ્‍યા હતા.

પાયોનિયર કલબના મેમ્‍બર મહેન્‍દ્રભાઇ જુંગી જયેન્‍દ્રભાઇ ખૂંટી, દિલીપભાઇ ગંધા અને રૂચિત ગંધાએ હાજરી આપી હતી. આ આયોજન ખાસ જેલ પોરબંદરના જેલ અધિક્ષક પી.એચ.જાડેજા તથા જેલના તમામ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલું.

આ આયોજનમાં સહકાર બદલ પાયોનિયર કલબ અને સાગરપુત્ર સમન્‍વય વતી પ્રમુખ પ્રવિણભાઇ ખોરાવા અને ઉમાબેન ખોરાવાએ જેલ અધિક્ષક પી.એચ.જાડેજા તથા જેલના તમામ સ્‍ટાફનો આભાર વ્‍યકત કર્યો હતો

(2:23 pm IST)