Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

મિતાણા ખોડીયાર ડેમના કાંઠે ટિટોડીએ ચાર ઈંડા મુકયા

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૯ : ઓણુકા ચોમાસુ સામાન્‍ય રહેવાની શકયતા વચ્‍ચે ટંકારા તાલુકાના મિતાણા ગામે રાજકોટ મોરબી રોડ પર આવેલી ફોરેસ્‍ટ નર્સરી નજીક આવેલ ખોડિયાર ડેમથી ઓળખાતા વિસ્‍તારમાં ડેમની કાંઠે પારસ ફાર્મમાં પાંચમો માસ એટલે કે મે મહિનો પૂરો થઈ રહો છે ને ટિટોડીએ ચાર ઈંડા મુકતા ભારે કુતુહલ સર્જાયું છે. જાણકારોના કહેવા મુજબ આ સ્‍થિતિમાં વાવણી લાયક વરસાદ મોડો થઈ શકે છે અને નિચાણવાડા ભાગે ઈંડા હોવાથી પાણી ત્‍યા સુધી પહોંચે એવો મેધો વરસે નહીં નુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બે ઇડા સામસામે તો એક ઇંડુ જમીન અંદર જ્‍યારે એક ત્રાસું વિરુદ્ધ દિશામાં હોય આ બધી નિશાની પણ સામાન્‍ય વરસાદનો વરતારો દેખાડે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ખેડૂતો જેને માટે વરસાદજ સર્વે સરવા છે એને લગતા તમામ પ્રકારની પુરાણી પરંપરા અજમાવતા હોય છે. બાકી અંતે તો બધો આધાર મૌસમના મિજાજ પર રહેલ છે.

(2:38 pm IST)