Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

પોરબંદરઃ કોઇપણ ગુન્‍હામાં એડવોકેટને ખોટી રીતે આરોપી ન બનાવવા અંગે એસ.પી.ને રજુઆત

પોરબંદર તા. ર૯ : બાર એસોસિએશનના પ્રમુખ હરભમભાઇ ચુંડાવદરા તથા સભ્‍યોએ જિલ્લા પોલીસ અધિકારીને રજુઆતમાં ગુન્‍હાના કામે એડવોકેટોને ખોટી રીતે આરોપી નહી બનાવવા માગણી કરી હતી.

ડીસ્‍ટ્રીકટ બાર એસોસીએશનના તમામ સભ્‍યોએ એસ.પી.ને આવેદન પત્રમાં જણાવેલ કે  કોઇપણ એડવોકેટની કામગીરીમાં તેઓએ પોતાના અસીલના હીતમાં કામગીરી કરવાની હોય છે અને તે રીતે જાણતા અજાણતા કોઇ સામાન્‍ય ભુલ થઇ જાય તો આવા કિસ્‍સામાં એડવોકેટોને આરોપી બનાવી શકાય નહીં. પરંતુ જો કોઇ એડવોકેટ દ્વારા જ કોઇ ખોટી કાર્યવાહી કરેલી હોય અને ડાયરેકટ એની સામે ફરીયાદ થાય તેવા કિસ્‍સામાં યોગ્‍ય તપાસ કરી અને ત્‍યારબાદ જ એડવોકેટ સામે પગલા લેવા જોઇએ. પરંતુ પોલીસ ડીપાર્ટમેન્‍ટ દ્વારા નામ.સુપ્રિમ કોર્ટના ડાયરેકશનનો અમલ કરવાના બદલે એટલે કે કોઇપણ ફરીયાદ દાખલ થાય ત્‍યારે આરોપીની સીધી ધરપકડ કરવાને બદલે તે ફરીયાદ સંબંધે યોગ્‍ય તપાસ કરી અને જો તપાસના અંતે ફરીયાદમાં તથ્‍ય જણાય તો જ એડવોકેટ સામે કાર્યવાહી કરવી જોઇએ કારણ કે કોઇપણ એડવોકેટ તે નાસીભાગી જાય તેવી વ્‍યકિત ન હોય અને સરળતાથી બોલાવી શકાય તેવી વ્‍યકિત હોય તેથી યોગ્‍ય તપાસ કર્યા વગર સીધી એડવોકેટની ધરપકડ ન કરવા વિનંતી કરી છે.

તાજેતરમાં જ ખોટી સોલવંશી સર્ટીફીકેટ સંબંધે ફોરેસ્‍ટ અધિકારી દ્વારા કમલાબાગ પોલીસ સ્‍ટે. ગુ.રજી. બી. ગુ.દાખલ કરેલ છે. તે ગુન્‍હાના કામે એડવોકેટની કોઇ સંડોવણી નથી. એડવોકેટએ કયાંય ઓળખાણ આપેલ નથી. અને તે રીતે કોઇ બહાર ગામની વ્‍યકિત પોતાના ખોટા ડોકયુમેન્‍ટ રજુ કરે તો તે સંબંધે એડવોકેટને કોઇ જાણ હોતી નથી કે કાયદામાં કયાંય એડવોકેટએ ડોકયુમેન્‍ટ વેરીફીકેશન કરવાની જવાબદારી એડવોકેટની હોવાનું જણાવેલ નથી અને તે રીતે કોઇ વ્‍યકિત જામીન પડવા આવે ત્‍યારે પોતાની માલીકીની જમીનના ૭/૧ર ના દાખલ કે પ્રોપર્ટી કાર્ડ કે વેરો ભર્યાની પહોંચ કે અઘાટ વેચાણ દસ્‍તાવેજ કે સોલવંશી સર્ટીફીકેટ સાથે લાવેલ હોય તો તે ખરા હોવાનું માનવાનું રહે છે. અને જો ખોટા હોય તો તે જે તે વ્‍યકિતની જવાબદારી રહે છે. અને તેમાં એડવોકેટની કોઇ જવાબદારી રહેતી નથી કારણ કે આવા ડોકયુમેટન્‍માં એડવોકેટની કોઇ સહી આવતી નથી કે એડવોકેટ દ્વારા તે ડોકયુમેન્‍ટ ખરૂ હોવા સંબંધે પણ કોઇ ખાત્રી આપવામાં આવતી નથી અને તે રીતે હાલના ગુન્‍હામાં જામીન પડવા માટે આવેલ વ્‍યકિત પોતાની સાથે સોલવંશી સર્ટીફીકેટ સાથે લાવેલા હોય અને તે ફોરેસ્‍ટ ખાતામાં જાતે હાજર રહી તેઓએ રજુ કરેલ હોય અને તેથી હાલના ગુન્‍હામાં કોઇ પણ એડવોકેટની કોઇ ભુમિકા રહેલ નથી.

  ડીસ્‍ટ્રીકટ બાર એસોસીએશનની રજુઆતમાં જણાવેલ કે અમોને જાણવા મળેલી હકિકત મુજબ હાલના ગુન્‍હાના કામમાં ‘ડીફોલ્‍ટ બેઇલ' મળેલા હોય તેનો ખાર રાખીને એડવોકેટઓને ખોટી રીતે  આરોપી બનાવીને તેને ખોટી રીતે ફસાવી દેવાની કાર્યવાહી કરવામાં આવતી હોય જે અન્‍વયે અમારો સખ્‍ત વિરોધ છે અને તે રીતે વકીલઓની ખોટી રીતે આરોપી ન બનાવવા અને ફરીયાદ સબંધે ન્‍યાયીક અને યોગ્‍ય તપાસ કરવા અને તે રીતે જે વ્‍યકિતએ ખોટુ સોલવંશી સર્ટીફીકેટ કઢાવેલું હોય તે સંબંધે ઉડાણ પૂર્વક તપાસ કરવા અને તે રીતે કાયદાકીય જોગવાઇઓ ધ્‍યાને લઇ એડવોકેટઓને ખોટી રીતે હાલના ગુન્‍હામાં ન ફસાવવા માગણી કરાઇ છે.

(2:06 pm IST)