Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

જામનગર ગોકુલનગર વૃંદાવન સોસાયટીમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ઝબ્‍બે

જામનગર : સીટી સી ડીવી. પો.સ્‍ટે.  આઇપીસી કલમ ૩૭૯ મુજબ સ્‍પ્‍લેન્‍ડર સીલ્‍વર કલરનું જી.જે. ૧૦-સી. એ. ૯૮૬પ નો ચોરીનો ગુન્‍હો શોધી કાઢવા માટે ટેકનીકલ તથા હ્યુમન સોર્સ દ્વારા બાતમી આધારે વોચમાં હતા જે દરમ્‍યાન મોટર સાઇકલ ચલાવી એક ઇસમ નીકળેલ જે મોટર સાઇકલ ઉપરોકત ગુન્‍હામાં ચોરીમાં ગયેલ મોટર સાઇકલ હોય જેથી (૧) પીયુશ હર્ષદભાઇ ચૌહાણ ખવાસ (ઉ.વ.ર૪) ધંધો રી. ડ્રા. રહે. ગોકુલનગર, બુધ્‍ધીસાગર નીશાળની આગળ, પ્રજાપતિની વાડીને ઝડપી લીધેલ છે.  આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર પી.એલ. વાઘેલા, પો. સબ ઇન્‍સ. વી.એ. પરમાર, એચસી ફેઝલભાઇ મામદભાઇ ચાવડ, જાવેદભાઇ કાસમભાઇ વજગોળ, નારણભાઇ બાબુભાઇ સદાદીયા, પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા, પીસી હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા, ખીમશીભાઇ ગોવિંદભાઇ ડાંગર, હરદીપભાઇ વસંતભાઇ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજાએ કરી હતી.

(2:01 pm IST)