Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

બાબરકોટમાં રૂપાલાને બેસાડી સંઘાણીએ ગાડુ ચલાવ્‍યું : બન્નેએ બાજરો વાવલ્‍યો

રાજકોટ, તા., ૨૯: અમરેલી જીલ્લાના જાફરાબાદ પાસેનું બાબરકોટ ગામ બાજરાના ઉત્‍પાદન માટે જાણીતું છે. મિલેટ વર્ષને અનુલક્ષીને બાજરીના વાવેતર અને વપરાશને પ્રોત્‍સાહન આપવા સ્‍થાનીક આગેવાનો દ્વારા કેન્‍દ્રીય મંત્રી શ્રી પરસોતમ રૂપાલા અને ઇફકોના ચેરમેનશ્રી દિલીપ સંઘાણીની હાજરીમાં વિશિષ્‍ટ કાર્યક્રમ યોજાયો હતો.

બાબરકોટના બાજરાનું ખળુ કરાયેલ. બાળાઓ દ્વારા કુમ કુમ તીલકથી સ્‍વાગત કરવામાં આવેલ. બળદગાડાની સવારી સાથે પ્રદર્શન રાખવામાં આવેલ. શ્રી રૂપાલા તથા શ્રી દિલીપભાઇ સંઘાણી અને અન્‍ય મહાનુભાવોએ બળદગાડુ ચલાવી પગર મસળવાનું કામ કરેલ. શ્રી રૂપાલા તથા શ્રી સંઘાણી હીરાભાઇ દ્વારા લાકડાની ઘોડી પર ચડી પગર વાવલવાની કામગીરી પણ થયેલ.  વાવલવાની સાથે રેખાબેન મોવલીયા (જી.પં. પ્રમુખશ્રી) તેમજ કોમલબેન બારૈયા નગરપાલીકા પ્રમુખશ્રી જાફરાબાદ, જાગૃતીબેન હડીયા કારોબારી ચેરમન તા. પં. રાજુલા, બહેનો દ્વારા સાવરણી લઇને બાજરાનો માળ લેશે -લેવામાં આવેલ. સૌએ સાથે મળીને બાજરાનું ગાડુ ભર્યુ હતું. આભારવિધિ પીઠાભાઇ ખોડાભાઇ નકુમે કરી હતી.

(2:01 pm IST)