Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

જામજોધપુર શ્રી રોકડીયા હનુમાનજી મંદિરના ગુરૂવર્ય

પૂ. લખુદાદાનો ૮રમો જન્‍મદિન સેવાકાર્યો સાથે ઉજવાયો

રાજકોટ તા. ર૯ :.. જામજોધપુર શ્રી રોકડીયા હનુમાનજી મંદિરના ગુરૂવર્ય પૂજય લખુદાદાનો ૮રમો જન્‍મદિન તા. ર૬ મે ના રોજ ધાર્મિક-સેવાકાર્યો સાથે ઉજવાયો હતો.

ગુરૂવર્ય શ્રી લખુદાદા છેલ્લા પર વર્ષ થયા મંદિરની સેવા-પૂજા કરે છે. તેઓના પ્રયત્‍નથી તથા ગામ-દેશ-વિદેશના લોકોના સાથ સહકારથી આજે વિશાળ મંદિર શોભે છે. તથા છેલ્લા ર૪ વર્ષ થયા અન્નક્ષેત્ર ચાલે છે.

આ મંદિરની વિશેષ પ્રવૃતિમાં દરેક વર્ષે શ્રી હનુમાન જયંતી પ્રસંગે શ્રી પંચકુંડી રામયજ્ઞનું આયોજન છેલ્લા ૪ર વર્ષથી તેઓ કરી રહ્યા છે. સાથે - સાથે દર વર્ષે શ્રીમદ્‌્‌ ભાગવત કથા શ્રી રામકથા તથા શિવ મહાપુરાણની અત્‍યાર સુધીમાં ૩૯ કથા થઇ છે. શ્રી કનકેશ્વરીદેવીજી મુખેથી રામકથા, અમરદાસ ખારાવાળા, અશોકભાઇ ભટ્ટ, કનૈયાલાલ ભટ્ટ તથા મીરાબેન વગેરે શ્રી ભાવેશદાદા સુરતવાળા તથા અન્‍ય કથાકારોના શ્રી મુખેથી કથા કરાવી લોકોને ધર્મલાભ અપાવી રહ્યા છે.

આ સિવાય નવરાત્રીમાં ગામની તમામ બાળાઓને પ્રસાદી તથા શ્રાવણ માસમાં ગામનું ભોજન, ગુરૂપૂર્ણિમાના પ્રસંગો આ મંદિરમાં લખુદાદાના સાનિધ્‍યમાં ઉજવવામાં આવે છે.

આ મંદિરે કથા દરમ્‍યાન પરમ ભાગવતાચાર્યશ્રી રમેશભાઇ ઓઝાએ પધારી આશીર્વચન આપેલ તથા સાધુ સમાજના સ્‍વર્ગસ્‍થ ગોપાલબાપુ તથા અન્‍ય જગ્‍યાના સંતો-મહંતોએ પધારી આશીર્વચન આપેલ તથા ધન્‍યતા અનુભવી હતી.

તાજેતરમાં અકિલાના વરિષ્‍ઠ અગ્રણી તથા લોહાણા સમાજ એક કરવામાં જેનો અનન્‍ય ફાળો છે તેવા શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પણ અત્રે દર્શન લાભ લઇ પૂ. લખુદાદાના આશિર્વાદ મેળવ્‍યા હતાં.

તાજેતરમાં સાધુ સમાજના પ્રમુખશ્રી મુકતાનંદબાપુ, શ્રી ઇન્‍દ્રભારથીબાપુ ખાખીમઢી શ્રી રામજી મંદિરનાં મહંત શ્રી ત્‍યાગીબાપુ, તથા જૂદી - જુદી જગ્‍યાના સંતો પધારી ગુરૂવર્ય શ્રી લખુદાદાને આશીર્વાદ આપેલ. મંદિરનું ભકત મંડળ સક્રિય રહી નિષ્‍કામ સેવા આપી રહે છે. મંદિરમાં શ્રી રોકડીયા હનુમાનજી શ્રી રામેશ્વર મહાદેવ તથા  શ્રી શીતળા માતાજી બિરાજે છે.  (પ-૬)

લખુદાદાના મો. નં. ૯૪ર૭ર ૮૪પ૬૧

 

(2:37 pm IST)