Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ધોરાજીમાં નૂતન સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કચેરીનો કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા પૂર્વમંત્રી જશુબેન કોરાટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી પોલીસ સ્ટેશન પરેડ ગ્રાઉન્ડ વિસ્તારમાં નૂતન સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કચેરીનું લોકાર્પણ ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ઓનલાઈન વરર્ચ્યુલ બેઠક દ્વારા કરવામાં આવ્યું હતું
ધોરાજી ખાતે સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ અધ્યક્ષસ્થાનેથી જણાવેલ કે ધોરાજી પોલીસ સ્ટેશનમાં વધારાનું એક નવું પોલીસ સ્ટેશન ગુજરાત સરકારના માધ્યમથી સવા કરોડના ખર્ચે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું આજે લોકાર્પણ ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આપ સૌને હું જણાવું છું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બાબતે પોલીસે ખૂબ જ સુંદર કામગીરી કરી છે જેના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા આજે એક જ દિવસમાં 350 કરોડના ખર્ચે પોલીસ આવાસ યોજના પોલીસ સ્ટેશન વિગેરેનું આજે એક જ દિવસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર અમિત શાહ દ્વારા થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ ગુજરાત સરકાર ને અભિનંદન પાઠવ્યા હતા સાથે ધોરાજી ઉપલેટા જેતપુર જામકંડોરણા વીરપુર ભાયાવદર વિગેરે વિસ્તારોમાંટે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી સાધન સામગ્રી સાથે આજથી કાર્યરત થઇ છે ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિત અગ્રણીઓનો આભાર માનું છું
જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ ધોરાજી ખાતે નુતન સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની કચેરીના લોકાર્પણ પ્રસંગે પધારેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પોલીસને સક્ષમ બનાવવા બાબતે રાજ્યના ગૃહ ખાતું ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહ્યું છે અને આજે ધોરાજીને આંગણે સવા કરોડના ખર્ચે અધતન સર્કલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ  શાહ દ્વારા થઈ રહ્યું છે ત્યારે આપણે સૌને હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ
રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ જણાવેલ કે વર્ષો પહેલા પોલીસ સ્ટેશનનો કેવા હતા બેસવાની વ્યવસ્થા પણ ન હતી અને ગુના શોધવા માટે પોલીસ સ્ટેશન પાસે સારા સાધનો પણ ન હતા ગાડી પણ સારી ન હતી આવા સમયે રાજ્ય સરકારે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાં નવા અદ્યતન પોલીસ સ્ટેશનો ઉભા કર્યા છે એટલું જ નહીં નવી નવી આવાસ યોજનાઓ પણ મૂકી છે અને ગુનેગારો ની સામે પણ પોલીસ વધુ મજબૂતાઈ થી કામ કરે એ પ્રકારે ગુજરાત સરકાર કામકરે છે ત્યારે ગુજરાત સરકાર ને હું આજે અભિનંદન પાઠવું છું કે ધોરાજીની આંગણે સવા કરોડના ખર્ચે અદ્યતન સર્કલ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશન બન્યું છે તે બદલ હું જિલ્લા પોલીસ વડા તેમજ સ્થાનિક પોલીસનો આભાર માનું છું
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ જણાવેલ કે ગુજરાત સરકાર દ્વારા આજે એક જ દિવસમાં સાડા ત્રણ સો કરોડના ખર્ચે નવી આવાસ યોજના નવા પોલીસ સ્ટેશનનોનો લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ દ્વારા થઈ રહ્યું છે ત્યારે ધોરાજીને આંગણે સવા કરોડના ખર્ચે સર્કલ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે ખુબજ આનંદ અને હર્ષની લાગણી અનુભવાઇ રહી છે અને ગુજરાત સરકારનો આ તકે હું આભાર માનું છું
રાજ્યના પૂર્વ મંત્રી જશુબેન કોરાટએ જણાવેલ કે ધોરાજીના આંગણે C P I કચેરીનું લોકાર્પણ પ્રસંગે વધારેલા તમામમાં અનુભવનો સ્વાગત કર્યું હતું અને ગુજરાત સરકારની વિકાસ ગાથા બાબતે જણાવેલ કે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પોલીસ આવાસ યોજના નવા પોલીસ સ્ટેશન બનાવી રહી છે અને પોલીસને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકાર સક્રિય રીતે કામ કરી રહી છે તે બદલ સરકારનો આભાર માન્યો હતો
ધોરાજી cpi કચેરી લોકાર્પણ સમારોહમાં અધ્યક્ષ સ્થાને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા મુખ્ય મહેમાન પદે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ પૂર્વમંત્રી જશુબેન કોરાટ રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા જેતપુરના ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્રભાઈ પાડલીયા તેમજ પ્રદેશ ભાજપના સદસ્ય વી ડી પટેલ પ્રદેશ ભાજપના સદસ્ય દિનેશભાઈ અમૃતિયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા તાલુકા ભાજપ પ્રમુખ હરસુખભાઈ માકડીયા સરકારી વકીલ કાર્તિકેય પારેખ ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવા ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા આરડી.સી બેંકના ડિરેક્ટર કાંતિભાઈ જાગાણી નરસિંહભાઈ મુગલપુરા ઉપલેટા જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રામાબેન મકવાણા જિલ્લા મંત્રી બિંદીયાબેન મકવાણા તેમજ ધોરાજી ઉપલેટા ભાયાવદર જામકંડોરણા જેતપુર વીરપુર શહેર ભાજપના પ્રમુખ તેમજ તાલુકા ભાજપના પ્રમુખઓ તેમજ વિવિધ સહકારી સંસ્થાના પ્રમુખ તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ ધોરાજી સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ધોરાજી શહેરના વિવિધ વેપારી એસોસીએશન સામાજિક સંસ્થાઓ તેમજ મહિલા મોરચો વિગેરે સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
નૂતન સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર રીબીન કાપીને ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા કિશોરભાઈ રાઠોડ વિ ડી પટેલ ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ પોલીસ ઇન્સ્પેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ સર્કલ પોલીસ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજા વિગેરે અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું
કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજા તેમજ ધોરાજી પોલીસ સ્ટાફ પરિવાર એ જહેમત ઉઠાવી હતી
આભાર વિધિ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવે છે.
કાર્યક્રમ શરૂ થાય એ પહેલા એક કલાક માટે ધોરાજી ખાતે આવેલ જાદુગર શહેનશાહ દ્વારા મનોરંજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

(9:02 pm IST)