Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

આટકોટમાં હજારોની મેદની ઉમટી પડી : નરેન્‍દ્રભાઈનું જાજરમાન સ્‍વાગત

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું આટકોટ ખાતે આગમન થતાં હજારોની મેદની વચ્‍ચે તેઓનું જાજરમાન સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. આ પ્રસંગે વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત બહેનો દ્વારા માથામાં કળશ રાખી નરેન્‍દ્રભાઈનું અભિવાદન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ પૂનમબેન માડમ, મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઈ પટેલ, ગોરધનભાઈ ઝડફીયા, સૌરભભાઈ પટેલ, ધારાસભ્‍ય શ્રી લાખાભાઈ સાગઠીયા, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ લોધીકા સંઘના ચેરમેન શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, માંધાતાસિંહજી જાડેજા, ડો. અમિત હપાણી, ડો.ઠક્કર, ડો.વેકરીયા, શ્રી ચેતનભાઈ રામાણી, ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા સહિતના આગેવાનો - હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(11:10 am IST)