Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પૂ.નમ્રમુનિ મ.સા.નો જુનાગઢ તરફ વિહાર

પૂ. રતિલાલજી મ.સા.ની દિક્ષાભૂમિમાં રવિવારે ગીરનાર જૈન સંઘના ઉપક્રમે ચાતુર્માસ પ્રવેશ

 રાજકોટઃ ગઇકાલે ગુરુવારે સવારે ૧૧ કલાકે ભયંકર ગરમીમાં રાજકોટનાં આંગણે ચાલતાં મહારોટી અભિયાનમાં આશીર્વાદ દેવા માટે વિહાર કરીને પધારેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ સર્વપ્રથમ તપસમ્રાટ તીર્થધામમાં તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજની સમાધિના દર્શન કરી, તીર્થભૂમિ પર ભાવિકોને માંગલિક સંભળાવી, ભાવિકો સાથે નૂતનનગર હોલનાં રોટી અભિયાનના સ્થાને પધારતાં, રોટી અભિયાનનાં સર્વ   પ્રવીણભાઈ કોઠારી,  ચંદ્રકાંતભાઈ શેઠ, અલ્પેશભાઈ મોદી, ભાવેશભાઈ શેઠ, તુષારભાઈ મહેતા,  જીમી ભાઈ શાહ, જગદીશભાઈ શેઠ આદિ અનેક ગુરુભકતોએ  સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ, પરમ ગુરુદેવે સૌને આશીર્વાદ આપી સોશ્યલ ડિસ્ટન્સ રાખતા સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં ધર્માલય ખાતે પધાર્યા હતા.

પરમ ગુરુદેવ, ધર્માલયમાં ૧  દિવસની સ્થિરતા કરી આગામી ચાતુર્માસ અર્થે ગિરનારમાં ભગવાન નેમનાથની ભૂમિમાં, તપસમ્રાટ ગુરુદેવ પૂજય શ્રી રતિલાલજી મહારાજ સાહેબની દીક્ષા ભૂમિમાં   પ્રકૃતિધામની આંગણે  આજે તા. ૨૯ ના રોજ રાજકોટથી વિહાર કરી  ઈશાપુર તરફ પધારશે. રાજકોટના ટૂંકા રોકાણમાં અનેક સંદ્યો ભાવિકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શનો લાભ લીધેલ.

ગોંડલ સંદ્યના પ્રમુખ  પ્રવીણભાઈ કોઠારી,મોટા સંદ્ય ના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી  રોયલપાર્ક મોટા સંદ્યના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, અશોકભાઈ મોદી, સરદારનગર સંદ્યના હરેશભાઈ વોરા, વિતરાગ - નેમિનાથના ભરતભાઈ દોશી, નીતિનભાઈ ગોડા, સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિભાશભાઈ શેઠ, સેવા સમ્રાટ રાકેશભાઈ રાજદેવ, કરુણા ફાઉન્ડેશનના મિત્ત્।લભાઈ ખેતાણી રમેશભાઈ ઠક્કર, જૈન સાહિત્યકાર મનોજભાઈ  ડેલીવાળા, જૈન અગ્રણી ઉપેનભાઈ મોદી, ગુરુભકતો એડવોકેટ વિરેશભાઈ ગોડા, મયંકભાઇ , વિરેનભાઈ, રક્ષિતભાઈ આદિ અનેક દર્શન - વંદનનો લાભ મળેલ.

 પૂ. ગુરૂદેવશ્રીએ રાજકોટના ભાવિકોને સાવધાની રાખી સરકારશ્રી ના તમામ આદેશોનું પાલન કરી કોરોના સામેનો જંગ જીતશું તેવી સકારાત્મક પ્રેરણા સંદેશ આપેલ. 

રવિવારે ભવનાથની ગિરિ કંદરાના દૃશ્યો થી સુશોભિત ૨૨ માં તીર્થંકર પ્રભુ નેમનાથ ની પાવનભૂમિના દિવ્ય સ્પંદનો અનુભવતા ગિરનાર જૈન સંદ્યના ઉપક્રમે ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે.

(3:01 pm IST)
  • જેતપુરના રેશમડી ગાલોલમા યુવતીને કોરોના : જેતપુર તાલુકાના રેશમડી ગાલોલ ગામે 38 વર્ષીય મહિલા ને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય ટીમે કાર્યવાહી હાથ ધરી છે જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ની એન્ટ્રી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે access_time 9:09 am IST

  • મહિલાઓને આવતું માસિક એ કોઈ શરમજનક બાબત નથી : માત્ર યુવતીઓને જ નહીં યુવાનોને પણ આ બાબતની ખબર હોવી જોઈએ : સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશના જન ઔષધિ કેન્દ્રો ઉપરથી વ્યાજબી ભાવે સેનેટરી નેપકીન વેચવાનું આયોજન કરાયું છે : મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની access_time 7:07 pm IST

  • ભારતમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો : કેસની સંખ્યામાં ઝડપી ઉછાળો : છેલ્લા 24 કલાકમાં 7258 કેસ વધ્યા : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1,65,386 કેસ નોંધાયા : 89,744 એક્ટિવ કેસ : 70,920 દર્દીઓ રિકવર થયા :વધુ 176 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 4711 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2598 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 59,546 થઇ : તામિલનાડુમાં નવા 827 કેસ :દિલ્હીમાં 1024 નવા કેસ નોંધાયા access_time 1:05 am IST