Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ગોંડલમાં રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

ગંગોત્રી સ્કુલ પરિવારનું આયોજન : થેલેસેમીયા ગ્રસ્ત બાળકો અને સરકારી હોસ્પિટલના જરૂરતમંદ દર્દીઓ માટે અર્પણ કરાશે : સેવા સંસ્થાઓનો સહયોગ

રાજકોટ તા. ૨૯ : ગંગોત્રી સ્કુલ ગોંડલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને કિડની, કેન્સરના જરૂરીયાતમંદ દર્દીઓના લાભાર્થે તા. ૩૧ ના રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ છે.

આયોજનની વિગતો વર્ણવતા જણાવાયુ કે તા.૩૧ ના રવિવારે સવારે ૮ થી ૧૨ સુધી ગંગોત્રી સ્કુલ, ગુંદાળા રોડ, ગોંડલ મુકામે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનયભાઇ જસાણી, બંટીભાઇ ભુવા ગ્રુપ તેમજ અન્ય મંડળો અને સેવાકીય સંસ્થાઓ, રોટરી કલબ, સારથી ગ્રુપ વગેરે પણ આ આયોજનમાં સહયોગી બનશે.

કોરોનાની મહામારીના કારણે સેનેટાઇઝીંગ, કિલનીંગ, સોશિયલ ડીસ્ટન્સ જેવી સલામતિની પણ ગંગોત્રી સ્કુલ પરીવાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુને વધુ સંખ્યામાં લોકોએ રકતદાન કરવા ગંગોત્રી સ્કુલ પરિવાર અને સહયોગી સેવા સંસ્થાઓ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:00 pm IST)
  • પાકિસ્તાનના મહાઆતંકી સૈયદ સલાઉદ્દીન ઉપર જીવલેણ હૂમલો :પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં હિઝબુલ મુઝાહિન નામના ત્રાસવાદી સંગઠનના મુખિયા સૈયદ સલાઉદ્દીન ઉપર ૨૫ તારીખે જીવલેણ હૂમલો થતા ગંભીર સ્થિતિ છેઃ પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇ ઉપર મોટો હૂમલો કરવાનું કાવત્રુ ઘડ્યાનો તેના ઉપર આરોપ છેઃ આઇએસઆઇ તેના ઉપર સખ્ત નારાજ છેઃ તેના જ ઇશારે આ જીવલેણ હૂમલો થયો હતોઃ હાલના સમયમાં હીઝબુલ સંગઠનને આઇએસઆઇનો કોઇ ટેકો નથી access_time 3:57 pm IST

  • અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાનું દબાણ મુંબઇ અને દક્ષિણ ગુજરાતની નજીક આવી ગયું છે, વરસાદી વાદળાં આવવા લાગ્યા છે. જેના લીધે ચોમાસુ કરન્ટ 3 રાજ્યોમાં નજીક આવી પહોંચશે. જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઈમાં જોરદાર વરસાદ, 2 અને 4 જૂન વચ્ચે મુંબઈમાં ભારે વરસાદ પડશે : હવામાન ખાતું access_time 10:19 pm IST

  • રાત્રે આણંદના તારાપુર પંથકમાં કમોસમી વરસાદ:વરસાદ આવતા ગરમીથી લોકોને રાહત access_time 10:21 pm IST