Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પોરબંદરના ફટાણામાં હત્યા પાછળ એન.આર.આઇ. સાથેની ભાગીદારીની જમીન લેવા પ્રશ્ને મનદુઃખ હત્યા થયેલ યુવાનની લાશને પોરબંદર સિવિલ

હોસ્પિટલમાં લાવવામાં આવેલ તે તસ્વીર.

પોરબંદર, તા. ર૯ :  તાલુકાના ફટાણામાં રાજુ ઉર્ફે રાજા રામભાઇ ઓડેદરા (ઉ.વ.૩પ) ની ધારિયા છરી અને કુહાડી મારીને થયેલ હત્યા પાછળ એન.આર.આઇ. સાથે ભાગીદારીમાં રહેલ જમીન લેવા પ્રશ્ને મનદુઃખ હોવાનું બહાર આવ્યું છે.

ફટાણાના રાજુ ઉર્ફે રાજા રામભાઇ ઓડેદરા (ઉ.વ.૩પ) ઉપર જમીનના ડખ્ખામાં આરોપી માલદે લુકમાં ઓડેદરા તથા તેના ર પુત્રો ખીમા અ ને બાલુએ ધારિયા છરી અને કુહાડી વડે હત્યા કરીને નાસી ગયેલ છે. આ જીવલેણ હુમલામાં હત્યા થયેલ. રાજુના પિતા રામભાઇ અને ફઇ સંતોષબેનને ઇજા થતા સારવાર માટે ખસેડાયેલ છે.

(1:15 pm IST)
  • ભારતમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો : કેસની સંખ્યામાં ઝડપી ઉછાળો : છેલ્લા 24 કલાકમાં 7258 કેસ વધ્યા : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1,65,386 કેસ નોંધાયા : 89,744 એક્ટિવ કેસ : 70,920 દર્દીઓ રિકવર થયા :વધુ 176 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 4711 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2598 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 59,546 થઇ : તામિલનાડુમાં નવા 827 કેસ :દિલ્હીમાં 1024 નવા કેસ નોંધાયા access_time 1:05 am IST

  • પોરબંદર દરિયામાં કરંટ : બંદરે એક નંબરનું સિગ્નલ લગાડાયું : અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવ્યું : માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ access_time 11:45 pm IST

  • પાકિસ્તાનના મહાઆતંકી સૈયદ સલાઉદ્દીન ઉપર જીવલેણ હૂમલો :પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં હિઝબુલ મુઝાહિન નામના ત્રાસવાદી સંગઠનના મુખિયા સૈયદ સલાઉદ્દીન ઉપર ૨૫ તારીખે જીવલેણ હૂમલો થતા ગંભીર સ્થિતિ છેઃ પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇ ઉપર મોટો હૂમલો કરવાનું કાવત્રુ ઘડ્યાનો તેના ઉપર આરોપ છેઃ આઇએસઆઇ તેના ઉપર સખ્ત નારાજ છેઃ તેના જ ઇશારે આ જીવલેણ હૂમલો થયો હતોઃ હાલના સમયમાં હીઝબુલ સંગઠનને આઇએસઆઇનો કોઇ ટેકો નથી access_time 3:57 pm IST