Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જૂનાગઢ ટ્રાફિક બ્રાન્ચના મહિલા બ્રિગેડ જયાબેન રાઠોડની પ્રમાણિકતા

રસ્તામાં પડી ગયેલ હેન્ડ બેગ રોકડ ટેબ્લેટ તથા વોલેટ અગત્યના દસ્તાવેજો ડો. મયુર વાણિયાને પરત કર્યા

જૂનાગઢ,તા.૨૯: રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને 'પોલીસ પ્રજાનો મિત્ર છે' એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ. જો અન્વેય ટ્રાફિક બ્રાંચના મહિલા બ્રિગેડે રસ્તા પડી ગયેલ બેગ પર આપી પ્રમાણીકતા દાખવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ શશીકુંજ ત્રણ રસ્તા ખાતે ટી.આર.બી. માં ફરજ બજાવતા જયાબેન અરજણભાઇ રાઠોડ પોતાની ફરજ પર કલાક કલાક ૧૧/૦૦ વાગ્યે હાજર હતા, ત્યારે તેઓને કોઇ મો.સા. ચાલકના કાળા રંગની હેન્ડબેગ પડી ગયેલ. જે તેઓએ લઇ ટ્રાફીક પી.એસ.આઇ. એ.સી.ઝાલાને જાણ કરતા, હેન્ડબેગ ચેક કરતા તેમાં રૂ- ૨૫૦૦/- રોકડા તથા એક ટેબ્લેટ તથા વોલેટ અને અગત્યના દસ્તાવેજ હોય, જેના પરથી ખરાઇ કરતા, આ હેન્ડબેગ ઓર્થોપેડીક ડો. મયુરકુમાર વાણીયાનું હોવાનું જણાયેલ હતું.

ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા તથા સ્ટાફના હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, મહિલા ટ્રાફિક બ્રિગેડ જયાબેન દ્વારા તેઓનો નંબર મેળવી, તેઓનો સંપર્ક કરી, ટ્રાફિક ઓફિસ બોલાવવામાં આવેલ હતા. તેઓને હેન્ડબેગ બાબતે પૂછપરછ કરવામાં આવતાં, તેઓએ જણાવેલ કે, પોતે પોતાના ટુ-વ્હિલમાં હેન્ડબેગ લટકાવી, પોતાના રહેણાંક મકાન રાધાકૃષ્ણ નગર થી નીકળી, પોતાની હોસ્પીટલ જતા હતા, ત્યારેઙ્ગ મોટર સાયકલ ઉપરથી શરતચુકથી પડી ગયેલ હતું. જેમાં ટેબ્લેટમાં રહેલા ડેટા ખુબ જ મહત્વનાં અને કિંમતી હોય, ડો.સાહેબને ટ્રાફીક ઓફીસ ખાતે તેઓની હેન્ડબેગ અંગે ખરાઈ કરી, જે તે સ્થીતીમાં રોકડ રૂપીયા તથા ટેબ્લેટ અને ડોકયુમેન્ટ સાથે પરત કરવામાં આવેલ હતું. પોતાની હેન્ડ બેગ સહી સલામત મળી જતા, ટેબ્લેટમાં રહેલ અગત્યનો ડેટા પણ જેમનો તેમ મળી જતા, ડોકટર દ્વારા જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરવામાં આવેલ હતો. ટ્રાફિક બ્રાન્ચ, જૂનાગઢના મહિલા ટ્રાફીક બ્રિગેડ જયાબહેન દ્વારા તેઓને પોતાની ફરજ દરમિયાન મળેલ હેન્ડ બેગ અને કિંમતી વસ્તુઓ પરત તેના માલિકને સોંપી, એક ઉતમ પ્રકારની પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે. પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા મહિલા ટ્રાફિક બ્રિગેડ જયાબેન ને પ્રમાણિકતા દાખવવા બદલ અભિનંદન આપવામાં આવેલ હતા.(

(1:05 pm IST)