Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૬પ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવતા રાહત

વિદેશથી વિદ્યાર્થીઓ હવે વતન આવવાનું ટાળી રહ્યા છે

ખંભાળીયા તા. ર૯ :.. દેવભૂમિ જિલ્લાના કન્ટેન્ટમેંટ ઝોન એવ સલાયા, બેટ દ્વારકા તથા નાના આંબળા તથા બકર્સ ઝોન વિસ્તારોમાંતથા ખંભાળીયાની સરકારી હોસ્પિટલ તથા તાલુકાઓના આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં તથા સર્વેલેસની ટીમો દ્વારા ફરીને ઘેર ઘેર તપાસ કરીને પણ નમૂનાઓ જે શંકાસ્પદ જણાતા હોય તેમને જામનગર લેબોરેટરીમાં મોકલવાનું ચાલુ છે. જેમાં વધુ ૬પ નમૂના નેગેટીવ નીકળતા અત્યાર સુધીના ટેસ્ટીંગની સંખ્યા ૧૮૧૬ એ પહોંચી છે. જો કે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ટેસ્ટ થતાં નથી ની ફરીયાદો અને બૂમો છે ત્યારે દ્વારકા જિલ્લામાં અગાઉ ૧૦૦-૧૦૦ ટેસ્ટીંગ થતા હતા અને અત્યારે પણ રોજ ૬૦ થી ૭૦ ટેસ્ટીંગ કરવામાં આવે છે.

દેવભૂમિ જિલ્લામાં કાલે વિદેશની ચાર તથા અન્ય જિલ્લા રાજયોમાંથી ર૧નું આગમન થતાં હોમ કોર્ટેટાઇન ૧૦૧૪, બોટ કોરેટાઇન ૧૯૭ તથા સરકારી કોર્રેટાઇનમાં પ૯૩ મળી ૧૮૦૪ ની સંખ્યા કુલ કોરેંટાઇનની થઇ છે.

કોરોના મહામારી વૈશ્વીક થતાં ભારત તથા ગુજરાત રાજયના છાત્રો જેઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે તેવો વિદેશની પોતાના દેશ રાજયમાં આવવા માંડયા હતા પણ હવે તેમાં બ્રેક લાગી ગઇ છે.

વતનના જિલ્લામાં પહોંચ્યા પછી તેને ૧૪ દિવસ હોય કોરેંટાઇન કરાય છે અને તે પછી તે પરત ફિલીપાઇન્સ જાય તો ત્યાં ર૧ દિવસ કોરેટાઇન કરાય છે.

હવે વિદેશથી આવવા જવાના આવડા મોટા ટિકીટ ભાડા ૪ર દિવસનો કોરોટાઇન પીરીયડ તમામ સરકારી વિધિઓ કરવી એમાં બે અઢી માસ અને હજારો રૂપિયા જતાં હોય છાત્રો હવે વિદેશથી આવવાનું ટાળવા  લાગ્યા છે.

(1:03 pm IST)
  • મુંબઈના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો : મુંબઈમાં આજથી જ વરસાદી વાદળાઓ ઘેરાયા access_time 12:42 am IST

  • બ્રહ્મપુત્રા નદીમાં ભયંકર પૂરઃ આખે આખુ મકાન તણાઇ ગયું : આસામના અનેક વિસ્તારોમાં ભારે વરસાદઃ બ્રહ્મપુત્રા નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: ધુબરી જીલ્લાના પટકતા બજારમાં બ્રહ્મપુત્રાના કિનારાને તોડી પ્રચંડ પ્રવાહે આખે આખા મકાનને સ્વાહા કર્યું હતુ. access_time 3:56 pm IST

  • સુરતના બડેખા ચકલા વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ : રાત્રી કરફ્યુના સમયમા મારામારી : તીક્ષ્ણ હથિયારો વડે કરાયો હુમલો : સાગર હોટેલની બાજુમાં નવા રોડ પર ગુટકા લેવા આવેલ બાબતે થયેલ માથાકૂટ access_time 12:55 am IST