Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

દેવભુમિ જિલ્લાના ભાણવડમાં વધુ બે સાપનું રેસ્કયુ કરાયું

સાપ સંશાધન કેન્દ્ર અથવા મ્યુઝીયમ બનાવવા પ્રાણી પ્રેમીઓની માંગ

ખંભાળિયા તા.ર૯ : દેવભુમિ દ્વારકા જિલ્લો ભાણવડના બરડા ડુંગરની  વિવિધતાને કારણે જાણીતો છે તેમાં ઘણા સમયથી આ વિસ્તારમાં નીકળતા વિવિધ પ્રજાતિના સર્પોને કારણે  થવા લાગ્યો છે. તયારે આ વિસ્તારમાં સર્પ સંશોધન કેન્દ્ર કે મ્યુઝીયમ બનાવવાની માંગ પ્રાણીપ્રેમીઓમાં ઉઠી છે.

ગઇકાલે ભાણવડમાં આવેલી સોસાયટીમાં એક મોટો જાડો સાપ નીકળતા લોકો ડરી ગયેલા તથા એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરતા અશોક ભટ્ટ તથા પરાગ પીડીયાની ટીમે ત્યાં પહોંચી જતા આ સાપ 'રેડ સેન્ડ બોચા' જેને આપણે ગુજરાતમાં 'આંધણી ચાકણુ' કહીએ છીએ તે સાત થી આઠ ફૂટ જેટલો હતો. જેનું સફળ રેસ્કયુ કરીને તેને બરડા ડુંગરમાં મોકલાયાો હતો.

આ ઉપરાંત ભાણવડના ગામ શેતીવાડા ગામે એક ખેડુત ખેતરમાં ાસપ નીકળવાની જાણ કરાતા અશોક ભટ્ટ તથા પરાગ પીડીયાની ટીમે ત્યાં પહોંચીને ત્રણ ફૂટનાં કોબ્રા સાપનું સફળ રેસ્કયુ કરીને બરડા ડુંગરમાં છોડયો હતો.

ભાણવડનાં બરડા ડુંગર તથા જંગલને કારણે અહીં કોબ્રા સાપની વિવિધ જાતો તથા ઝેરી અને બીન ઝેરી  બંન્ને પ્રકારના તથા અનેક જાતના દુર્લભ સાપ પણ નીકળતા હોય અહીં જો સર્પ સંશોધન કેન્દ્ર અથવા મ્યુઝીયમ બનાવવામાં આવે તો આ દુર્લભ પ્રજાતિના સાપોનું સંરક્ષણ થઇ શકે તથા એક વિશેષ સ્થળ તરીકે તેનો વિકાસ પણ થાય સાથો સાથ પર્યટન ઉદ્યોગ તથા લોકોને પણ સાપ વ્શિે જાણકારીનો લાભ પ્રાપ્ત થાય. અહી રૂપ સુંદરી, તાંબાપીઠ, ધુળનો સાપ, પૈડકુ, અજગર કોબ્રા, ઘાયલ રેટ સ્નેક લંબાઇ તથા જળસરપ પણ અનેક જાતના જોવા મળે છે.

(1:02 pm IST)